Ahmedabad: ફાયર NOC મામલે AMC તંત્ર સજ્જ, 124 એકમોને પત્ર લખી રીન્યુ માટે જાણ કરાઈ

Fire NOC in Ahmedabad: અમદાવાદમાં બનતી આગની ઘટનાઓ અંગે ફાયર NOC મામલે હાઈકોર્ટના આકરા વલણ બાદ હવે AMC તંત્ર સજ્જ થયું છે. શહેરમાં વિવિધ એકમોની ફાયર NOC મુદ્દત પુરી થતા પહેલા રીન્યુ કરવામાં આવે તેવા તંત્રના પ્રયાસો છે.

Ahmedabad: ફાયર NOC મામલે AMC તંત્ર સજ્જ, 124 એકમોને પત્ર લખી રીન્યુ માટે જાણ કરાઈ
ફાયર NOC મામલે AMC તંત્ર સજ્જ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 04, 2021 | 6:54 PM

Ahmedabad: ફાયર NOC મામલે AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સજ્જ થયું છે. ફાયર NOC રીન્યુ કરવાની કામગીરીને લઈને કોર્પોરેશન પર અનેક સવાલો ઉભા થયા હતા તેમાંથી બહાર નીકળવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જે એકમોની ફાયર એનઓસી રીન્યુ કરવાની તારીખ નજીક આવતી હોય તેવા એકમોને પત્ર લખી જાણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

AMC એ વિવિધ એકમોને પત્ર લખ્યો જેમની ફાયર NOC રીન્યુ કરવાની મુદ્દત પુરી થવામાં થોડો સમય બાકી રહ્યો છે તેવા એકમોને કોર્પોરેશને પત્ર લખ્યો છે. આ અંગેની પ્રેસનોટમાં કોર્પોરેશને કહ્યું છે કે ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013 હેઠળ, અમદાવાદ (Ahmedabad) શહેર વિસ્તારમાં આવેલા વિવિધ એકમોના માલિક અથવા કબજેદારોએ સદર બિલ્ડિંગના ઉપયોગ અને બિલ્ડીંગના પ્રકાર અનુસંધાને અગ્નિશમન માટેની વ્યવસ્થા ઉભી કરવાની થાય છે. અને સદર વ્યવસ્થા ઊભી કર્યા બાદ બિલ્ડીંગના માલિક અથવા કબજેદારોએ અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ પાસેથી ફાયર સેફટી સર્ટીફીકેટ એટલે કે NCO મેળવી દર વર્ષે રીન્યુ કરાવવાનું થાય છે.

124 એકમોને પત્ર લખી જાણ કરાઈ જે બિલ્ડિંગો દ્વારા જુલાઈ 2020 માસ દરમિયાન ફાયર NOC લેવામાં આવેલી હતી, તે જુલાઇ 2021માં રિન્યુ કરાવવાની થાય છે. તેની જાણ કરતા 124 પત્રો AMC તંત્ર દ્વારા શહેરના વિવિધ બિલ્ડિંગો-એકમોના જવાબદાર વ્યક્તિઓને મોકલી દેવામાં આવેલા છે . આવા બિલ્ડીંગ-એકમો નું લિસ્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ તમામ 124 બિલ્ડિંગ-એકમોના વપરાશકર્તાઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે ફાયર NOC રીન્યુ કરાવવાની તારીખ નજીક આવતી હોયહોવાથી વહેલી તકે રીન્યુ કરવાની કામગીરી કરવી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

124 માંથી અમુક એકમોના નામ જાહેર કર્યા AMCની પ્રેસનોટમાં 124 એકમોને જાણ કરાઈ છે તેમાંથી અમુકના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જુલાઈ 2021 માસ મા જે બિલ્ડીંગને કાયર NOC રિન્યુ કરાવવાની થાય છે, તે પૈકી અમુક બિલ્ડિંગો-એકમો ના નામ નીચે મુજબ છે-

1.Gala Silesta, Vaishno Devi 2.Khodiyar Upvan, Bopal 3.Adani Shantigram, Meadows Towers 4.Thakarshi Charitable Hospital 5.Avadh MultiSpeciality Hospital 6.Sparsh Aaron, Vasna 7.Sanghvi Hospital 8.Shyam Elegance, New Shahibuag 9.Mount Carmel School, Khanpur 10.Sun Sky park, Bopal 11.McDonald’s Himalaya Mall , Drive In 12.Pearl 79, Shilaj Road 13.Malabar County 01, Charodi 14.McDonald’s Yash Pinnacle, Vijay Cross Road 15.Mepal Tree , Thaltej 16.Abhilasha , New Naroda 17.McDonald’s Safal Pegasus 100ft Road.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">