Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના નવા 3085 કેસ સામે 10 હજારથી વધુ દર્દીઓ સાજા થયા, 36 ના મૃત્યુ

|

May 28, 2021 | 7:51 AM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 10,007 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના નવા 3085 કેસ સામે 10 હજારથી વધુ દર્દીઓ સાજા થયા, 36 ના મૃત્યુ
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 26 મે ના દિવસે 3085 નવા કેસો નોંધાયા છે, આ સાથે 10 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

3085 નવા કેસ, 36 મૃત્યુ
રાજ્યમાં આજે 26 મે ના રોજ કોરોનાના નવા 3085 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 36 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,97,972 થઇ છે અને મૃત્યુઆંક 9701 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અમદાવાદ : શહેરમાં 6, જિલ્લામાં 0 મૃત્યુ
સુરત : શહેરમાં 2, જિલ્લામાં 5 મૃત્યુ
વડોદરા : શહેરમાં 3, જિલ્લામાં 2 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ
જામનગર : શહેરમાં 2, જિલ્લામાં 0 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ

અમદાવાદ અને વડોદરામાં 362 કેસ કેસ
રાજ્યમાં આજે 26 મે ના રોજ અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ 362 કેસ નોંધાયા છે અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 227, રાજકોટમાં 120, જામનગરમાં 55, જુનાગઢમાં 113 અને ભાવનગરમાં કોરોનાના 64 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

10,007 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 26 મે ના રોજ પહેલી વાર કોરોનાથી 10 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા કુલ 10,007 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 91.82 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 55,548 થયા છે, જેમાં 594 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 54,954 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,19,913 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
ગુજરાતમાં આજે 26 મે ના દિવસે 2,19,913 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં

1) 4014 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 6289 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 80,218 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 17,011 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,12,381 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : 20 Crore Vaccination : અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યુ, 130 દિવસમાં હાંસલ કરી સિદ્ધી

Published On - 8:58 pm, Wed, 26 May 21

Next Article