Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 80 નવા કેસ, 2 દર્દીના મૃત્યુ, 2.48 લાખ નાગરિકોનું રસીકરણ થયું

|

Jul 02, 2021 | 8:30 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 2 જુલાઈના રોજ 2,48,796 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,62,11,578 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 80 નવા કેસ, 2 દર્દીના મૃત્યુ, 2.48 લાખ નાગરિકોનું રસીકરણ થયું
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 2 જુલાઈના રોજ સતત પાંચમા દિવસે 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 2644 થયા છે.

કોરોના નવા 80 કેસ, 2 દર્દીના મૃત્યુ
રાજ્યમાં આજે 2 જુલાઈના રોજ કોરોનાના નવા 80 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,615 થઇ છે અને મૃત્યુઆંક 10,૦064 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેર અને અરવલ્લી જિલ્લામાં કોરોનાને કારણે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતામાં 18, અમદાવાદમાં 15 નવા કેસ
રાજ્યમાં આજે 2 જુલાઈના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 18, અમદાવાદમાં 15,વડોદરા અને રાજકોટમાં 4-4 કેસ, જામનગરમાં 1, જયારે જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

228 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 2644 થયા
રાજ્યમાં આજે 2 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 228 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,979 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.46 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2644 થયા છે, જેમાં 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2783 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.48 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 2 જુલાઈએ 2,48,796 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,24,526 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,62,11,578 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 136 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 7197 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 38,568 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 74,463 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,24,526 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 3906 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Published On - 8:26 pm, Fri, 2 July 21

Next Article