Gujarat Corona Update : રાજ્યમાં 15,264 દર્દીઓ સાજા થયા, રીકવરી રેટ 80.94 ટકા થયો

|

May 12, 2021 | 8:31 PM

Gujarat Corona Update : ગુજરાતમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 12 મેનારોજ 11,017 કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે. આ સાથે 15,264 થી વધુ દર્દીઓ સાજા થયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં 15,264 દર્દીઓ સાજા થયા, રીકવરી રેટ 80.94 ટકા થયો
ગુજરાતમાં કોરોના રીકવરી રેટ 81 ટકા થયો

Follow us on

Gujarat Corona Update : ગુજરાતમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 12 મેનારોજ 11,017 કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે. આ સાથે 15,264 થી વધુ દર્દીઓ સાજા થયા છે.

11,017 નવા કેસ, 102 મૃત્યુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યમાં આજે 12 મે ના રોજ Coronaના નવા 11,017 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 102 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,27,483 થઇ છે અને મૃત્યુઆંક 8731 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

અમદાવાદ : શહેરમાં 17, જિલ્લામાં 0
સુરત : શહેરમાં 9 , જિલ્લામાં 5 મૃત્યુ
વડોદરા : શહેરમાં 5, જિલ્લામાં 4 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 5, જિલ્લામાં 3 મૃત્યુ
જામનગર : શહેરમાં 6, જિલ્લામાં 3 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 3, જિલ્લામાં 0 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ

અમદાવાદમાં 2795 કેસ, સુરતમાં 781 કેસ

રાજ્યમાં આજે 12 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2795 , સુરતમાં 781, વડોદરામાં 664, રાજકોટમાં 286, જામનગરમાં 305, ભાવનગરમાં 292 અને જુનાગઢમાં 227 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 484, મહેસાણા જિલ્લામાં 411 અને સુરત જિલ્લામાં 264 નવા કેસો નોંધાયા છે.

15,264 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

રાજ્યમાં 12 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 15,264 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,78,397 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 80.94 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,27,483 થયા છે, જેમાં 804 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,26,669 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

Next Article