GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 15 સપ્ટેમ્બરે કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા

|

Sep 15, 2021 | 10:03 PM

રાજ્યમાં આજે 15 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 19 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,423 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 15 સપ્ટેમ્બરે કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update :15 new cases of corona, 19 patients recovered on 15 September in Gujarat

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસ મહામારીના કેસો દિવસે ને દિવસે ઘટી રહ્યાં છે, બીજી બાજુ આ વાયરસથી થતા મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં 2-4 દિવસે એક મૃત્યુ નોંધાય છે, એક્ટીવ કેસો ઘટી રહ્યાં છે તો સામે કોરોના રસીકરણ મહાઅભિયાન પણ પુરજોશમાં શરૂ છે. મંગળવારે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કોરોનાના 11 નવા કેસો નોંધાયા હતા, તો આજે 15 સપ્ટેમ્બરે 15 નવા કેસો નોંધાયા છે.

કોરોનાના 15 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 15 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,655 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 4-4 , વડોદરા શહેરમાં 2, જામનગર અને રાજકોટ જિલ્લામાં 2-2, અને કચ્છ જિલ્લામાં કોરોના વાયસરનો 1 નવો કેસ નોંધાયો છે.

19 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 150 થયા
રાજ્યમાં આજે 15 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 19 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,423 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 15 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 150 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 3.64 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 15 સપ્ટેમ્બરના રોજ 3,77,994 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 29,603 સુરતમાં 38556, વડોદરામાં 9764, રાજકોટમાં 12,332, ભાવનગરમાં 1869, ગાંધીનગરના 2864, જામનગરમાં 2702 અને જુનાગઢમાં 2804 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 1,17,118 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,60,402 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 5 કરોડ 33 લાખ, 19 હજાર અને 834 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : RAJKOT : નવા પ્રધાનમંડળમાં કુંવરજી બાવળીયાનું પત્તું કપાવાની શક્યતાને પગલે સમર્થકોમાં રોષ, ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી

Published On - 9:47 pm, Wed, 15 September 21

Next Article