Gujarat Corona Update : રાજ્યમાં 10,742 નવા કેસ, 109 દર્દીઓના મૃત્યુ, 15,269 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

|

May 13, 2021 | 8:19 PM

Gujarat Corona Update : રાજ્યમાં 13 મે ના રોજ 11 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં 10,742 નવા કેસ, 109 દર્દીઓના મૃત્યુ, 15,269 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 13 મે 11 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 15 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

10,742 નવા કેસ, 109 મૃત્યુ
રાજ્યમાં આજે 13 મે ના રોજ કોરોનાના નવા 10,742 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 109 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,25,353 થઇ છે અને મૃત્યુઆંક 8840 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમદાવાદ : શહેરમાં 15, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 8, જિલ્લામાં 6 મૃત્યુ
વડોદરા : શહેરમાં 6, જિલ્લામાં 4 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 4, જિલ્લામાં 5 મૃત્યુ
જામનગર : શહેરમાં 5, જિલ્લામાં 4 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 4, જિલ્લામાં 1 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ

અમદાવાદમાં 2878 કેસ, સુરતમાં 776 કેસ
રાજ્યમાં આજે 13 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2878, સુરતમાં 776, વડોદરામાં 650, રાજકોટમાં 359, જુનાગઢમાં 323, જામનગરમાં 298, અને ભાવનગરમાં 202 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 461, મહેસાણા જિલ્લામાં 399, રાજકોટ જિલ્લામાં 332, અને અમરેલી જિલ્લામાં 298 નવા કેસો નોંધાયા છે.

15,269 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 13 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 15,269 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,93,666 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 81.85 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,22,847 થયા છે, જેમાં 796 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,22,051 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

આજે 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
ગુજરાતમાં આજે 13 મે ના દિવસે 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18 થી 44 વર્ષ સુધીના 30,471 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો. 45થી વધુ વયના કુલ 38,085 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 65,718 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યુ. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,47,18,861 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.(Gujarat Corona Update)

Next Article