GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 31 ઓગષ્ટે કોરોનાના નવા 12 કેસ, 12 દર્દીઓ સાજા થયા, રેકોર્ડબ્રેક 8 લાખથી વધુ લોકોનું રસીકરણ

|

Aug 31, 2021 | 8:27 PM

રાજ્યમાં આજે 31 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 12 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,191 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 31 ઓગષ્ટે કોરોનાના નવા 12 કેસ, 12 દર્દીઓ સાજા થયા, રેકોર્ડબ્રેક 8 લાખથી વધુ લોકોનું રસીકરણ
Gujarat Corona Update : 12 new cases of corona, 12 patients recovered In Gujarat on 31 August 2021

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, તો સાથે એક્ટીવ કેસો પણ ઘટી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કારણે દર્દીઓના મૃત્યુ થવાનું નહીવત થઇ ગયું છે, 6 કે 7 દિવસે એક દર્દીનું મૃત્યુ નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં આજે 31 ઓગષ્ટે પણ 12 નવા કેસ નોંધાયા છે. સાથે જ આજે રેકોર્ડબ્રેક 8 લાખથી વધુનું રસીકરણ થયું છે.

કોરોનાના 12 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 31 ઓગષ્ટે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,152 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,081 પર પહોચ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

12 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 150 થયા
રાજ્યમાં આજે 31 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 12 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,191 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 31 ઓગષ્ટે એક્ટીવ કેસ 150 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર પહોચ્યો છે.

આજે રેકોર્ડબ્રેક 8 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં 29 અને 30 ઓગષ્ટ એમ દિવસ કોરોના રસીકરણ અભિયાન બંધ રહ્યું હતું, તો આજે 31 ઓગષ્ટે રસીકરણ અભિયાનમાં રેકોર્ડબ્રેક રસીકરણ થયું છે અને સાથે જ રસીકરણ અભિયાનમાં ગુજરાતે બે ઉપલબ્ધિઓ મેળવી છે.આજે 31 ઓગષ્ટને મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 8 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યાં. આ સાથે જ રાજ્યમાં ઓગષ્ટ માસ દરમિયાન વેક્સિનના 1 કરોડ 34 લાખ ડોઝ આપવામાં આવ્યા.

રસીકરણ અભિયાનમાં ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 નાગરીકોમાંથી અત્યાર સુધીમાં 70.20 % લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 62 લાખથી વધુ વેકસીનના ડોઝ અપાયા છે.

આ પણ વાંચો : પાણીની સમસ્યા હોવાથી બનાસકાંઠાના આ ગામમાં છોકરાઓની સગાઇ પણ નથી થતી!

આ પણ વાંચો : Rashtriy Kamadhenu Ayog : શરૂ થયાના બે વર્ષમાં જ રાષ્ટ્રીય કામધેનું આયોગનું ફીન્ડલું વાળી દેવામાં આવ્યું

Next Article