Gujarat Corona Update : રાજ્યના 3 મહાનગરો અને 20 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં, એક્ટીવ કેસ ઘટીને 801 થયા

|

Jul 13, 2021 | 12:01 AM

Gujarat corona Update : રાજ્યમાં આજે 12 જુલાઈના રોજ 2,54,759 નાગરીકોનું રસીકરણ થયું છે અને અત્યાર સુધીમાં કુલ 2,81,15,181 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યના 3 મહાનગરો અને 20 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં, એક્ટીવ કેસ ઘટીને 801 થયા
Gujarat Corona Update 12 JULY 2021

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 12 જુલાઈના રોજ રાજ્યના 3 મહાનગરો અને 20 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી એ સાથે એક્ટીવ કેસ ઘટીને 801 થયા છે.

કોરોના નવા 32 કેસ
રાજ્યમાં આજે 12 જુલાઈના રોજ કોરોનાના નવા 32 કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,278 થઇ છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા મૃત્યુઆંક 10,074 થયો છે. આ મૃત્યુ આણંદ જિલ્લામાં થયું છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

3 મહાનગરો અને 20 જિલ્લાઓમાં એક પણ કેસ નહીં
રાજ્યમાં આજે 12 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 9, સુરતમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં અને જામનગરમાં 1-1 , ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. આમાંથી 20 જિલ્લાઓ એવા કે જ્યાં કરોનાનો એક પણ નવો કેસ નોધાયો નથી. (Gujarat Corona Update)

262 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 801 થયા
રાજ્યમાં આજે 12 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 262 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,13,399 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.66 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 931 થયા છે, જેમાં 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 794 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.54 લાખ લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં આજે 12 જુલાઈના રોજ 2,54,759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-44 ઉંમરવર્ગના 1,26,017 નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,81,15,181 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Coronavirus variants : જાણો કોરોના વાયરસના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, લેમ્બડા અને કપ્પા વેરીએન્ટ એકબીજાથી કેટલા અલગ છે 

 

Next Article