Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 50 થી ઓછા નવા કેસ, એક્ટીવ કેસ 1000 થી ઓછા થયા

|

Jul 11, 2021 | 9:24 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 11 જુલાઈના રોજ 2,32,949 નાગરીકોનું રસીકરણ થયું છે અને અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 50 થી ઓછા નવા કેસ, એક્ટીવ કેસ 1000 થી ઓછા થયા
Gujarat Corona Update 11 JULY 2021

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય અને 1 પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 11 જુલાઈના રોજ 50 થી પણ ઓછા કોરોનાના નવા કેસો સામે આવ્યા છે, તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1000 થી ઓછા થઇ ગયા છે.

રાજ્યમાં કોરોના નવા 46 કેસ
રાજ્યમાં આજે 11 જુલાઈના રોજ કોરોનાના નવા 46 કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,246 થઇ છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ ન થતા મૃત્યુઆંક 10,073 પર સ્થિર છે.

સુરતમાં 11, અમદાવાદમાં 7 નવા કેસ
રાજ્યમાં આજે 11 જુલાઈના રોજ સુરત  શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 11, અમદાવાદમાં 7, રાજકોટ અને વડોદરામાં 3-3, ભાવનગર અને જામનગરમાં 1-1, જયારે જુનાગઢ અને ગાંધીનગરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

262 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 931 થયા
રાજ્યમાં આજે 11 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 262 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,13,238 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.66 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 931 થયા છે, જેમાં 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 922 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.32 લાખ લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં આજે 11 જુલાઈના રોજ 2,32,949 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-44 ઉંમરવર્ગના 1,15,506 નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

 

Published On - 8:42 pm, Sun, 11 July 21

Next Article