ગુજરાતમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 25 દર્દીઓ સાજા થયા

|

Mar 23, 2022 | 8:17 PM

રાજયમાં કોરોના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 299 છે. જેમાં 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 297 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 25 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 23 માર્ચના રોજ કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી નવા 25 દર્દીઓ સાજા થયા છે..તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 565 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 299 છે. જેમાં 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 297 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 08 ,વડોદરામાં 04 , રાજકોટમાં 02, વડોદરા ગ્રામીણમાં 02 કેસ નોંધાયા છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : અમુલ ડેરીમાં મિલ્ક ડેની ઉજવણીઃ ડેરીના પૂર્વ ડિરેક્ટરના વિચારનો તાલુકા મથકોએ અમલ કરાશે

આ પણ વાંચો : Gujarat માં ઘરનું ઘર ખરીદવું મોંઘુ થયું, રો મટિરિયલમાં ભાવ વધારાને પગલે બિલ્ડરોએ વધારો ઝીંકયો

Published On - 7:55 pm, Wed, 23 March 22

Next Article