ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ, 16 દર્દીઓ સાજા થયા

|

Apr 02, 2022 | 8:07 PM

રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,916 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 64 છે. જેમાં 02 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 62 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ, 16 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat )કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જ્યારે 02 એપ્રિલના રોજ કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 16 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,916 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 64 છે. જેમાં 02 દર્દી વેન્ટિલેટર પર છે તેમજ 62 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 04, આણંદમાં 02, વડોદરામાં 02, વલસાડ 02 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો  હતો.

ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ

આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા, ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત

આ પણ વાંચો : ગુજરાતમાં ખાતરનો ભાવ વધારા અંગે કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

 

Published On - 7:53 pm, Sat, 2 April 22