ગુજરાતમાં(Gujarat) 04 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona) નવા 6097 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 35 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ(Ahmedabad) શહેરમાં સૌથી વધુ 1 હજાર 985 કેસ સાથે 8 દર્દીના નિધન થયા.તો વડોદરા શહેરમાં કોરોનાના 1215 કેસ સાથે 4 દર્દીનાં મોત નિપજ્યા.વડોદરા જિલ્લામાં કોરોનાનો કહેર થોડો વધ્યો છે. વડોદરા જિલ્લામાં 297 નવા દર્દી નોંધાયા છે જ્યારે 1 દર્દીનું મોત થયું છે. ગાંધીનગર શહેરમાં નવા 203 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 12 હજાર 105 દર્દી સાજા થયા છે.જેની સાથે જ રાજ્યનો રિકવરી રેટ વધીને 94.28 ટકા થયો છે.રાજ્યમાં હાલ 57 હજાર 521 એક્ટિવ કેસ છે.જેમાંથી 248 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 57 હજાર 273 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય..પરંતુ મોતનો આંકડો હજુ પણ ઉંચો છે.રાજ્યમાં સતત દૈનિક મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે..સતત બીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાથી 35 દર્દીના મોત થયા છે.સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8 લોકોએ દમ તોડ્યો જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ એક વ્યક્તિનું મોત થયું. જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં મળી કુલ 5 દર્દીના નિધન થયા છે. તો ભાવનગર શહેરમાં પણ 3 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. આ ઉપરાંત રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, સુરત ગ્રામ્ય, ભરૂચ અને ભાવનગર જિલ્લામાં 2-2 દર્દીનું મોત થયું છે. તો ગાંધીનગર, નવસારી, વલસાડ, અરવલ્લી સુરત અને રાજકોટમાં 1-1 વ્યક્તિનું કોરોનાન કારણે મોત થયું છે.
આ પણ વાંચો : Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો : GIR SOMNATH : સોમનાથના ભોજનાલયમાં વિનામુલ્યે મહાપ્રસાદનો લાભ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે
Published On - 7:16 pm, Fri, 4 February 22