ઉચ્ચ શિક્ષણમાં એક સત્રની ફી માફીની કોંગ્રેસની માગ: 'નવું શૈક્ષણિક સત્ર હજુ શરૂ ન થતા સંચાલકોને કોઈ ખર્ચ નહીં'

ઉચ્ચ શિક્ષણમાં એક સત્રની ફી માફીની કોંગ્રેસની માગ: ‘નવું શૈક્ષણિક સત્ર હજુ શરૂ ન થતા સંચાલકોને કોઈ ખર્ચ નહીં’

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:30 AM

Gujarat: 2021-22 નું નવું શૈક્ષણિક સત્ર હજી સુધી શરૂ કરાયું નથી. સંચાલકોને અડધું વર્ષ વીજળી લેબોરેટરી કે અન્ય ખર્ચ થયો નથી. જેને લઈને ફી માફીની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

Gujarat: રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં (Higher Education) એક સત્રની ફી માફીની માગ ઉઠી છે. કોંગ્રેસે (Congress) સરકાર પાસે આ માગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અને પત્ર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં ફી માફીની (Semester fee) માગ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પત્રમાં મેડીકલ, ડેન્ટલ, પેરામેડીકલ, ઈજનેરી, ફાર્મસી અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં ફી ઘટાડાની માગ પણ કરવામાં આવી છે.

જો કે 2021-22 નું નવું શૈક્ષણિક સત્ર હજી સુધી શરૂ કરાયું નથી. ત્યારે સત્ર શરુ ન કરાતા સંચાલકોને અડધું વર્ષ વીજળી લેબોરેટરી કે અન્ય ખર્ચ થયો નથી. આ બાબતને લઈને મનીષ દોશીનું કહેવું છે કે અડધું વર્ષ પૂર્ણ થયું ત્યારે પૂર્ણ ફીનો નિર્ણય અયોગ્ય છે. તો પત્રમાં મનીષ દોશીએ એમ પણ કહ્યું છે કે 2 વર્ષમાં મેડીકલ કોલેજોએ ફીમાં 29 થી 83 હજારનો વધારો ઝીંક્યો છે. કોર્ટે પણ રાજ્ય સરકારને ફી ઓછી લેવા જણાવ્યું હતું. તેમ છતાં સરકારે આ મામલે કોઈ નિર્ણય ના લેતા ફી વધારો સ્થગિત કરી એક સત્રની ફી માફી આપવાની માગ મનીષ દોશીએ કરી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: પ્રજાના પૈસાનું પાણી કરવામાં માસ્ટર AMC, આટલા કરોડના ખર્ચે લગાવ્યા માત્ર 19 પોલ, અને હવે છે આ હાલત

આ પણ વાંચો: તમિલનાડુમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી, 5ના મોત, 538 ઝૂંપડાં પડી ગયા, શાળા-કોલેજો બંધ, રેડ એલર્ટ અપાયુ

g clip-path="url(#clip0_868_265)">