Gandhinagar: કોરોના મૃતકના પરિજનોને સહાય માટેનું ફોર્મ જાહેર, અરજીના 30 દિવસમાં સહાય ચૂકવવા આદેશ

|

Nov 21, 2021 | 11:52 AM

Gujarat: કોરોના દરમિયાન મૃત્યુ (Corona Death) પામેલા દર્દીઓના પરિજનોને 50 હજારની સહાય ચુકવવામાં આવશે. જેનું ફોર્મ જાહેર કરવમાં આવ્યું છે.

Gandhinagar: કોવિડ-19ના (Covid 19) મૃતકના પરિજનોને સહાય માટેનું ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ કોરોના દરમિયાન મૃત્યુ (Corona Death) પામેલા દર્દીઓના પરિજનોને 50 હજારની સહાય ચુકવવામાં આવશે. જણાવી દઈએ કે અરજીના 30 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી સહાય ચૂકવવા કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યા છે. તો રાજ્ય સરકારના (Gujarat Government) મહેસુલ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કરી કલેક્ટરોને આદેશ આપ્યા હોવાની માહિતી સામે આવી છે. આ અનુસાર મહામારીના પ્રારંભથી અંત સુધી કોરોનાના કારણે મૃત્યુ પામેલા દરેકના પરિજનોને સહાય આપવામાં આવશે.

કોરોનાના મૃતકોના પરિવારના લોકોને રાજ્ય સરકાર સહાય આપશે. આ સહાય રાજ્ય સરકારના SDRF ફંડમાંથી ચુકવવામાં આવશે. તો અરજી મળ્યાના 30 દિવસમાં વારસદારના ખાતામાં સહાય જમા થશે તેવી માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે કોવિડ-19ના મૃત્તકના પરિજનોને 50 હજારની સહાય મળશે.

 

અરજીપત્રકનો નમૂનો – આ અરજીપત્રક તમે  ડાઉનલોડ કરી શકો છો 

કોવીડ-19 મૃત્યુ સહાય ફોર્મ

કોવીડ-19 મૃત્યુ સહાય ફોર્મ

 

આ પણ વાંચો: સાદગીનું ઉદાહરણ: ડાંગમાં ખેતરમાં કામ કરતી આ મહિલાને ઓળખો છો? તેની સિદ્ધિ જાણીને ચોંકી જશો

આ પણ વાંચો: રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચીન અને પાકિસ્તાનને ચેતવણી, ‘જો અમારી જમીન હડપવાનો પ્રયાસ થશે તો જડબાતોડ જવાબ મળશે’

Published On - 9:42 am, Sun, 21 November 21

Next Video