GUJARAT : સીએમનું સંબોધન, કામ વગર ઘરથી બહાર ન નીકળો, 8 દિવસમાં સંક્રમણને તોડવા માંગીએ છીએ

|

Apr 27, 2021 | 7:12 PM

GUJARAT  માં કોરોના કેસમાં આવેલા રોકેટગતિએ ઉછાળાની સ્થિતિને જોતા સરકાર ચિંતિત છે. જેને પગલે રૂપાણી સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી છે.

GUJARAT  માં કોરોના કેસમાં આવેલા રોકેટગતિએ ઉછાળાની સ્થિતિને જોતા સરકાર ચિંતિત છે. જેને પગલે રૂપાણી સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી છે. જયારે બીજી તરફ આવતીકાલથી વેક્સિનેશનની પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું.

 

1 લી એપ્રિલથી ગઈકાલ સુધી 2 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
પોતાના સંબોધનમાં વિજય રૂપાણીએ કહ્યું કે, એક મહિનામાં 5 લાખથી વધુ Remedivir injection ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. થોડીક અગવડતાઓ પણ સ્વાભાવિક આપણને દેખાઈ રહી છે. ક્યાંક હોસ્પિટલમાં BED મેળવવામાં, ક્યાંક Oxygenની શોર્ટેજની તકલીફ દેખાય છે. આ વખતે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે ત્યારે આપણે સૌએ ગભરાવાની જરૂર નથી. આ કોરોના સામેનું યુદ્ધ છે એમાં જે કરવું પડે એની બધા જ અધિકારીઓને છુટ આપવામાં આવી છે. ​​​​તેમણે ઉમેર્યું કે ​​​પહેલી એપ્રિલથી ગઈ કાલ સુધી બે લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે. સાજા થનાર વ્યક્તિ 14 દિવસે સાજા થાય છે. 92 હજાર લોકો સાજા થઈને ઘરે ગયા છે અને કોરોનામાં રીકવરીનો આંકડો ધીમેધીમે વધી રહ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે
રૂપાણીએ વધુમાં કહ્યું કે, ‘હાલ આ વખતે Vaccineનું શસ્ત્ર આપણી પાસે છે. 29 શહેરોમાં Night curfewની સાથે સાથે બધું બંધ, સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ઘણી જગ્યાઓ બંધ રાખવામાં આવી છે. ​​​​​​​શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, કે બિનજરૂરી બહાર ના નિકળો, લોકો પોતાના ઘરમાં જ રહે, આપણે આઠ દિવસમાં આ સંક્રમણ આપણે તોડી નાંખવા માંગીએ છીએ. ​​​​​​​બાકીના ગામડાઓને પણ વિનંતી કરવા માગું છું, ગામમાંથી કોઈ પોઝિટિવ આવે તેને ગામમાં જ ટ્રીટમેન્ટ આપવામાં આવે. ​​​​​​​​​​​​​​ગામના તમામ જવાબદાર લોકો ગામના લોકોમાં જનજાગૃતિ લાવીને અભિયાન ચલાવીશું. સરકાર તમામ લોકોની સાથે છે, આવો આપણે સૌ સાથે મળીને એક જુટ થઈને કોરોના સામેની લડાઈ લડીએ.’

રાજ્યમાં 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અમલમાં
​​​​​​​
નોંધનીય છે કે રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવ્યો છે. અત્યારસુધી 20 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી હતો, જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો થયો છે. આમ, હવે ગુજરાતનાં કુલ 29 શહેરમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યૂ 5મી મે સુધી અમલી રહેશે. તદુપરાંત આ 29 શહેરમાં વધારાનાં નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

Published On - 7:11 pm, Tue, 27 April 21

Next Video