Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથ વિધિ, નવા ચહેરા ઉમેરાશે

|

Sep 16, 2021 | 6:39 AM

સીએમઓ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે નવા મંત્રીમંડળની શપથવિધિ ગુરુવારે બપોરે 1.30 વાગે યોજવામાં આવશે.

Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથ વિધિ, નવા ચહેરા ઉમેરાશે
Gujarat CM Bhupendra Patel's new cabinet sworn in today new faces will be added

Follow us on

ગુજરાતના(Gujarat)  સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)  નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે વિધિવત રીતે શપથવિધિ થશે. જેમાં બુધવારે સાંજે યોજાનારા શપથવિધિ કાર્યક્રમને સિનિયર નેતાઓની નવા નામોને લઇને નારાજગી લઇને મોકૂફ રાખવામાં આવ્યો હતો.

જેમાં નવા મંત્રીમંડળની પસંદગીમાં નો રિપીટ થીયરીની ચર્ચા બાદ સમગ્ર પેચ ફસાયો હતો.જો કે આ તમામ નારાજગી વખતે સીએમઓ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે નવા મંત્રીમંડળની શપથવિધિ ગુરુવારે બપોરે 1.30 વાગે યોજવામાં આવશે.

નવા મંત્રીમંડળને લઇને નારાજગી 

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ યોજવાના અસમંજસ વચ્ચે રાજભવન ખાતે લાગેલા પોસ્ટર્સને બુધવારે હટાવી લેવાયા હતા. ગુજરાત(Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ના નવા મંત્રીમંડળના નામો મહદઅંશે નક્કી થઈ ચૂક્યા હતા. જો કે આ દરમ્યાન નવા મંત્રીમંડળની રચનામાં જૂના મંત્રીઓની બાદબાકીને લઇને પેચ ફસાયો હતો.

તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચાર નારાજ ધારાસભ્યો પૂર્વ સીએમ રૂપાણીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ મંત્રી ઈશ્વર પટેલ, યોગેશ પટેલ, ઈશ્વર પરમાર અને બચુભાઈ ખાચડ સીએમ રૂપાણીને નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા. જેને લઇને અનેક તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યાં હતા.

સિનિયર નેતાઓની નારાજગી

સિનિયર નેતાઓની નારાજગી પર નજર કરીએ તો, ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર ઇચ્છી રહ્યા છે. અને મંત્રીમંડળમાંથી 90 ટકા પ્રધાનોને ડ્રોપ કરી દેવાય એવી શક્યતા છે. સાથે જ જૂના ચહેરાઓ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી ના થાય એ માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે.

જો આ ફોર્મ્યુલાનો અમલ થાય તો, પ્રદિપસિંહ જાડેજા, નીતિન પટેલ, કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગણપત વસાવા જેવા દિગ્ગજ નેતાઓનું પ્રધાન પદ છીનવાઇ શકે. આ સ્થિતિમાં રૂપાણી સરકારના પ્રધાનો નારાજ છે અને સમગ્ર મામલે દિલ્લી દરબારમાં પહોંચ્યો છે.

પ્રધાનોની ઓફિસ ખાલી કરાવાઇ

આજની હલચલ પર નજર કરીએ તો, વિસ્તરણ પહેલા દિગ્ગજ પ્રધાનોની ઓફિસ ખાલી કરાવવામાં આવી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહિર, ઇશ્વર પરમારની સ્વર્ણિમ સંકુલની ખાતેની ઓફિસ ખાલી કરાવાઇ છે. તો બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના અપાઈ છે.

આ પણ  વાંચો : સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે મોરારી બાપુએ મુખ્યમંત્રી રાહત નિધિમાં 25 લાખ અર્પણ કર્યા

આ પણ વાંચો : OBC Reservation: ઓબીસી અનામત મુદ્દે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વટહુકમ દ્વારા આપવામાં આવશે અનામત

Published On - 6:29 am, Thu, 16 September 21

Next Article