ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીએ પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

|

Sep 25, 2021 | 12:00 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મણિનગર ખાતે  પંડિત દિનદયાળજીની પ્રતિમાને  શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીએ પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
Gujarat CM Bhupendra Patel pays homage to the statue on the birth anniversary of Pandit Deendayal Upadhyay

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં મણિનગર ખાતે  પંડિત દિનદયાળની પ્રતિમાને  શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અવસરે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અમિત પી શાહ, પ્રદેશ સહકોષાધ્યક્ષ અને પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર મણિનગરના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, કાર્યકર્તા, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પંડિત દિનદયાળનો  જીવન  પરિચય  

એકાત્મ માનવ વાદનો સંદેશ આપનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક દીનદયાળ ઉપાધ્યાયનો 25 સપ્ટેમ્બર 1916ના રોજ યૂપીના મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ ભગવતી પ્રસાદ ઉપાધ્યાય હતું માતા રામપ્યારી ધાર્મિક પ્રવૃત્તિમાં માનતા હતાં. તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે . તેમણે ભારતની સનાતન વિચારધારાના યુગાનુકુળના રૂપે પ્રસ્તુત કરતા દેશને એકાત્મ માનવતા જેવી પ્રગતિશીલ વિચારધારા આપી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પંડિત દીનદયાળ પોતાની નિષ્ઠા અને ઇમાનદારી માટે જાણીતા હતા. એમનું માનવું હતું કે હિંદુ ધર્મ કોઈ ધર્મ કે સંપ્રદાય નહિ પરંતુ ભારતની સંસ્કૃતિ છે. તેઓ અખંડ ભારતના સમર્થનમાં રહ્યા તેમણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પરિભાષિત કર્યું અને સમાજના સર્વાંગી વિકાસ અને ઉત્થાન માટે અનેક કામ કર્યાં હતા.

દીનદયાળ ઉપાધ્યાયનો દ્રષ્ટિકોણ રચનાત્મક પણ હતો વર્ષ 1953માં દીનદયાળ અખિલ ભારતીય જનસંઘના મહામંત્રી તરીકે નિયુક્તિ પામ્યા અને લગભગ 15 વર્ષ સુધી આ પદ પર રહીને એમણે પોતાના દળની અમૂલ્ય સેવા કરી. રાષ્ટ્રધર્મ, પંચજન્ય અને સ્વદેશ જેવી પત્ર-પત્રિકાઓનો પ્રારંભ કર્યો

આ પણ વાંચો : Rajkot નો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હળવી બની

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ

Published On - 9:59 am, Sat, 25 September 21

Next Article