Gujarat Budget 2025-26: ગુજરાત બજેટમાં સરકારે કરી અનેક નવી યોજનાની લહાણી,જાણો તમારે માટે શું છે ?

|

Feb 20, 2025 | 3:44 PM

ગુજરાત સરકારે 2025-26 ના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, કૃષિ, રોજગાર, પર્યાવરણ અને આધુનિક ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.આવો જાણીએ તમામ યોજના.

Gujarat Budget 2025-26: ગુજરાત બજેટમાં સરકારે કરી અનેક નવી યોજનાની લહાણી,જાણો તમારે માટે શું છે ?
Government scheme

Follow us on

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આજે બજેટમાં ઘણી નવી જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે 2025-26 ના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, કૃષિ, રોજગાર, પર્યાવરણ અને આધુનિક ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે. આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે.

શિક્ષણ અને યુવાઓ માટે ખાસ યોજનાઓ

“નમો લક્ષ્મી યોજના” – કન્યાઓ માટે શિક્ષણમાં પ્રોત્સાહન આપવા ₹1250 કરોડનું બજેટ.
AI લેબ્સ સ્થાપના – અમદાવાદના LD એન્જિનિયરિંગ અને 6 અન્ય સરકારી સંસ્થાઓમાં AI લેબ્સ શરૂ.
“નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” – 2.5 લાખ વિદ્યાર્થીઓને સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે મદદ.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

ખેડૂતો માટે નવી યોજનાઓ

“કિસાન સૂર્યોદય યોજના” – 97% ગામોમાં દિવસે વીજળી પૂરી પાડવા માટે ખાસ ફોકસ.
“પ્રાકૃતિક ખેતી સહાય” – ઓર્ગેનિક ફાર્મિંગ માટે ₹400 કરોડનું બજેટ ફાળવાયું.
“ટ્રેક્ટર ખરીદી સહાય” – ખેડૂતો માટે ₹1 લાખ સુધીની સબસિડી.
“ખેતરરક્ષી વાડ યોજના” – પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા ₹500 કરોડ ફાળવવામાં આવ્યા.

મહિલા સશક્તિકરણ માટે ખાસ પ્રસ્તાવ

“નમો ડ્રોન દીદી યોજના” – મહિલાઓ માટે ડ્રોન ઓપરેશન તાલીમ.
“લખપતિ દીદી યોજના” – મહિલાઓને આત્મનિર્ભર બનાવવા.
“વર્કિંગ વુમન હોસ્ટેલ” – અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગરમાં શરૂ.

આરોગ્ય અને પોષણ માટે મહત્વના પગલાં

“ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ” – વલસાડ, પોરબંદર, હિંમતનગર અને ગોધરામાં નવા કેન્સર કેન્દ્રો.
“મહિલા આરોગ્ય સુરક્ષા” – સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર જેવા રોગ માટે નિદાન કેમ્પ.
“પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” – નિમ્ન વર્ગના પરિવાર માટે ₹500 કરોડ ફાળવણી.
“દુર્ઘટના વીમા યોજના” – વીમા રકમ ₹2 લાખથી વધારી ₹4 લાખ.

રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ

“મુખ્યાંમંત્રી શ્રમિક બસેરા યોજના” – શ્રમિકો માટે વિશેષ આવાસ યોજના.
“શ્રમિક અન્નપૂર્ણા યોજના” – શ્રમિકોને 290 કેન્દ્રો પર સસ્તું ભોજન.
“વાજપેયી બેન્કેબલ યોજના” – લોન મર્યાદા ₹25 લાખ અને સબસિડી ₹3.75 લાખ.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરીઝમ વિકાસ

“ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર” – 12 નવા હાઈ-વે અને ટ્રાન્સપોર્ટ લિંક.

“સાબરમતી રિવરફ્રન્ટ-2” – શહેરના વિકાસ માટે ₹350 કરોડ ફાળવાયા.

પર્યાવરણ અને નવીન ઊર્જા યોજના

100 GW રિન્યુએબલ એનર્જી હબ – ગુજરાતમાં 37 GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ શરૂ.
“હરિત વન પથ યોજના” – 90 કરોડના ફંડ સાથે વૃક્ષારોપણ અભિયાન.

ગુજરાતનું 2025-26 નું બજેટ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ માટે નવી દિશા આપશે. આ પગલાં રાજ્યના નાગરિકોને વધુ સુવિધાઓ અને આર્થિક વિકાસ માટે સહાય કરશે.

ઘરનું ઘર સ્વપ્ન પુરૂ થશે

બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹1  લાખ 20 હજારની સહાયમાં મકાનદીઠ ₹50  હજારના માતબર વધારા સાથે ₹1 લાખ 70 હજાર કરવાની જાહેરાત કરી છે.

( ઈનપુટ ક્રેડિટ – કિંજલ મિશ્રા, રોનક વર્મા, નરેન્દ્ર રાઠોડ )

Published On - 2:55 pm, Thu, 20 February 25