GUJARAT BUDGET 2021: છેલ્લા 5 વર્ષ સહીત આ વર્ષના બજેટની તમામ માહિતી એપ્લીકેશનમાં મળશે, બજેટ એપને આ રીતે કરો ડાઉનલોડ

|

Mar 02, 2021 | 10:33 PM

કેન્દ્ર સરકારની જેમ જ રાજ્ય સરકાર દ્વારા પણ આ વર્ષનું બજેટ ડિજીટલ રીતે રજૂ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે આ અંગેની તમામ તૈયારીઓ કરી લીધી છે.

GUJARAT BUDGET 2021: છેલ્લા 5 વર્ષ સહીત આ વર્ષના બજેટની તમામ માહિતી એપ્લીકેશનમાં મળશે, બજેટ એપને આ રીતે કરો ડાઉનલોડ

Follow us on

GUJARAT BUDGET 2021: કેન્દ્ર સરકારની જેમ જ રાજ્ય સરકાર દ્વારા પણ આ વર્ષનું બજેટ ડિજીટલ રીતે રજૂ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે આ અંગેની તમામ તૈયારીઓ કરી લીધી છે. આ વર્ષના બજેટ માટે ખાસ ગુજરાત બજેટ એપ્લીકેશન (GUJARAT BUDGET APPLICATION) બનાવવામાં આવી છે. આવો જાણીએ ગુજરાત બજેટ એપ્લીકેશન વિશે.

 

ગુજરાત બજેટ એપ્લીકેશન 
ગુજરાત સરકારે આ વર્ષના ડિજીટલ બજેટના ભાગરૂપે ગુજરાત બજેટ એપ્લીકેશન તૈયાર કરી છે. આ એપ્લીકેશનમાં ગુજરાત સરકારના નાણાપ્રધાનનું બજેટ સંબોધન લાઈવ જોઈ-સાંભળી શકાશે. આ ઉપરાંત નાણાપ્રધાનનું બજેટ સંબોધન પૂર્ણ થયા બાદ સંપૂર્ણ બજેટ એપ્લીકેશનમાં મુકવામાં આવશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મુકવામાં આવનાર આ બજેટ ફાઈલને તમારા ડીવાઈઝમાં ડાઉનલોડ અને શેર પણ કરી શકશો. ગુજરાત બજેટ એપ્લીકેશનમાં ગુજરાત સરકારના છેલ્લા પાંચ વર્ષના બજેટની તમામ વિગતો પહેલાથી જ મૂકી દેવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

કેવી રીતે ડાઉનલોડ કરશો બજેટ એપ્લીકેશન 
ગુજરાત બજેટ એપ્લીકેશન એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે, નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ માત્ર બે દિવસમાં 1000થી વધુ લોકોએ આ એપ્લીકેશનને ડાઉનલોડ કરી છે. આપ પણ આ બજેટ એપ્લીકેશન અહી ક્લિક કરીને  ડાઉનલોડ કરી શકો છો.

 

 

આ પણ વાંચો: Gujarat local body poll 2021: જૂનાગઢના શાપુર ગામમાં કોરોનાગ્રસ્ત દર્દીએ મતદાન કર્યું

Published On - 9:42 pm, Sun, 28 February 21

Next Article