ગુજરાત વિધાનસભાનું સત્ર 9થી 11 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ માટે યોજાશે, આ મહત્વના બિલ કરાશે રજૂ

|

Dec 08, 2019 | 1:48 PM

ગુજરાત વિધાનસભાનું સત્ર 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ માટે યોજાશે. જેમાં કુલ ચાર બેઠકો મળશે. પ્રથમ દિવસમાં બે બેઠક યોજાશે. જેમાં પહેલી બેઠકમાં શોક પ્રસ્તાવ લાવવામાં આવશે. એટલું જ નહિં પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખને શ્રદ્ધાંજલિ આપી બેઠક પૂર્ણ કરવામાં આવશે. તો બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી, MSME અને ઇલેક્ટ્રીસિટીના કાયદાના સુધારાનું બિલ રજૂ કરવામાં આવશે. […]

ગુજરાત વિધાનસભાનું સત્ર 9થી 11 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ માટે યોજાશે, આ મહત્વના બિલ કરાશે રજૂ

Follow us on

ગુજરાત વિધાનસભાનું સત્ર 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ માટે યોજાશે. જેમાં કુલ ચાર બેઠકો મળશે. પ્રથમ દિવસમાં બે બેઠક યોજાશે. જેમાં પહેલી બેઠકમાં શોક પ્રસ્તાવ લાવવામાં આવશે. એટલું જ નહિં પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખને શ્રદ્ધાંજલિ આપી બેઠક પૂર્ણ કરવામાં આવશે. તો બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી, MSME અને ઇલેક્ટ્રીસિટીના કાયદાના સુધારાનું બિલ રજૂ કરવામાં આવશે. સત્રના બીજા દિવસે જુદા-જુદા 5 બિલો રજૂ કરવામાં આવશે. જેમાં સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ, GSTની હાલની સ્થિતિમાં ફેરફાર કરવા માટેનું બિલ, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડમાં સુધારા બિલ પણ લવાશે.

આ પણ વાંચોઃ રાજ્યભરમાં હાહાકાર મચાવનારી ડુંગળીની કિંમત માનવીના લોહી બરાબર, રક્તદાન કરવા બદલ 1 કિલો ડુંગળી!

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બિલ અંતર્ગત, દાવા ચૂકવવાની મુદ્દત 90થી વધારી 365 દિવસ કરાશે. આ સિવાય સહકારી મંડળીના અધિનિયમ સુધારા બિલ અને પ્રોફેશનલ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને લગતું બિલ પણ લાવવામાં આવશે. ત્રીજા દિવસે પણ કેટલાક બિલ વિધાનસભામાં લવાશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનો વિકાસ કરવા માટેનું બિલ લવાશે. આ ઉપરાંત સીએમ અને વિપક્ષના નેતા મહાત્મા ગાંધીની 150મી જયંતિનો પ્રસ્તાવ લાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article