Gujarat : રાજ્યમાં એક દિવસે જ Hit and Run ની 3 ઘટના, પીડિતના પરિવારોમા માતમનો માહોલ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ અલગ અલગ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. બનાસકાંઠા, ભૂજ અને વડોદરાની hit and run ની ઘટનાઓ અંગે પોલીસે વાહનચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat : રાજ્યમાં એક દિવસે જ Hit and Run ની 3 ઘટના, પીડિતના પરિવારોમા માતમનો માહોલ
Three incidents of hit and run in Gujarat
Image Credit source: smibolic pic
| Edited By: | Updated on: Feb 17, 2023 | 3:42 PM

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. તેવામા જ એક જ દિવસમા ત્રણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમા બનાસકાંઠા, ભૂજ અને વડોદરાની ઘટનાઓ સામે આવી છે. Hit and runની આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યા છે. પોલીસે, અલગ અલગ જિલ્લામાં બનેલ આ ત્રણેય અકસ્માતની ઘટનામાં ફરિયાદ નોધીને અજાણ્યા વાહન ચાલકને શોધવાની કામગીરી હાથ ધરી છે. .

આ પણ વાંચો : Banana Farming: વૈજ્ઞાનિકોએ કેળાની લુપ્ત થતી પ્રજાતિનો કર્યો પુનઃવિકાસ, હવે ખેડૂતોને થશે લાખોની કમાણી

બનાસકાંઠા હિટ એન્ડ રનની ઘટના

બનાસકાંઠામા હિટ અને રનની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના રાધનપુર ડિસા હાઈવે પર બાઈક ચાલક અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જેને તાત્કાલીક ધોરણે PM માટે ડિસા હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. ડીસા રુરલ પોલીસ સ્ટેશનમા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

ભૂજ હિટ એન્ડ રનની ઘટના

હિટ અને રનની અન્ય એક ઘટના ભૂજમા પણ સામે આવી છે. ભૂજમા ભુજીયા થી દેઢિયા જતા 3 બાઈક સવાર લોકોને ટ્રેકટરે ટક્કર મારી હતી.  ત્યારે સ્થાનિકો દ્વારા 108 બોલાવવામાં આવી હતી અને પીડિત લોકોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. કચ્છ પોલીસે આ ઘટનામાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા હિટ એન્ડ રનની ઘટના

વડોદરા મા પણ હિટ અને રનની અન્ય એક ઘટના સામે આવી છે. વડોદરાના મુવાલ અને પાદરાના રોડ પર બાઈક ચાલક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈચાલકનું મોત થયું છે. અકસ્માત સર્જાતા પીડીતને તાત્કાલીક ધોરણે મુવાલની બાલાજી હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. વડુ પોલીસ સ્ટેશનમા અજાણ્યા વાહનચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.