કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગુજ. યુનિ.ના સિન્ડિકેટ સભ્યે, પોતાની રાયફલ કલબ માટે 500 કરોડની જગ્યા મેળવી હોવાનો આક્ષેપ

કોંગ્રેસે આજે કેટલાક દસ્તાવેજી પુરાવાઓ સાથે ગુજરાત યુનિવર્સિટીના કૌંભાડનો પર્દાફાશ કર્યાંનો દાવો કર્યો છે. કોંગ્રેસે કરેલા આક્ષેપ અનુસાર, યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય આશિષ અમીને, દ્રોણાચાર્ય રાયફલ ક્લબ માટે ગુજરાત યુનિવર્સિટી પાસેથી જમીન અપાવી છે.

| Edited By: | Updated on: Aug 08, 2025 | 7:44 PM

એક સમયે કોંગ્રેસના અગ્રણી અને હાલમાં ભાજપમાં રહેલા ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય આશિષ અમીને, પોતાની જ દ્રોણાચાર્ય રાયફલ કલ્બ માટે યુનિવર્સિટીની 500 કરોડની જગ્યા કાયમ માટે મેળવી લીધી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે જાહેર કર્યું છે કે, આવનારા દિવસોમાં ગુજરાત યુનિવર્સિટી બચાવો આંદોલન છેડવામાં આવશે.

કોંગ્રેસે આજે કેટલાક દસ્તાવેજી પુરાવાઓ સાથે ગુજરાત યુનિવર્સિટીના કૌંભાડનો પર્દાફાશ કર્યાંનો દાવો કર્યો છે. કોંગ્રેસે કરેલા આક્ષેપ અનુસાર, યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય આશિષ અમીને, દ્રોણાચાર્ય રાયફલ ક્લબ માટે ગુજરાત યુનિવર્સિટી પાસેથી જમીન અપાવી છે. આશિષ અમીન, દ્રોણાચાર્ય રાયફલ ક્લબના ચેરમેન છે. આશિષ અમીને પોતાની દ્રોણાચાર્ય રાયફલ ક્લબને જગ્યા આપવા સાથે ટેન્ડરની શરતોમાં પણ પોતાને અનુકુળ હોય તેવા ફેરફાર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના અગ્રણીએ, રૂપિયા 500 કરોડની કિંમતની જગ્યા લાઈફ ટાઈમ વપરાશ માટે આપી હોવાના આક્ષેપ કર્યો છે. બીડર જે માંગે તે પ્રમાણેની સુવિધા ઊભી કરી આપવાનો પણ ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો છે. ક્લબ ચલાવવા માટે લાઈટ-પાણી અને સિક્યોરિટી યુનિવર્સિટી ફાળવશે તેવી ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને નવી શરતોને દાખલ કરવામાં આવી છે. આ તમામ કાર્યવાહી સામે અને ગુજરાત યુનિવર્સિટી બચાવવા માટે કોંગ્રેસ આંદોલન ચલાવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો