GTU ONLINE EXAMS : આજથી GTUની ઓનલાઈન પરીક્ષાઓ શરૂ, કોરોનાને કારણે પાછી ઠેલાઈ હતી

|

May 04, 2021 | 1:55 PM

GTU ONLINE EXAMS : BE સેમ 1 અને 2 ની ઓનલાઈન પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને એક કલાકનો સમય અપાયો.

GTU ONLINE EXAMS : આજથી GTUની ઓનલાઈન પરીક્ષાઓ શરૂ, કોરોનાને કારણે પાછી ઠેલાઈ હતી
FILE PHOTO

Follow us on

GTU ONLINE EXAMS : કોરોનાને કારણે રાજ્યની ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય ઠપ્પ થયું હતું તેમજ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી અને ઘણી પરીક્ષાઓ પાછી ઠેલવવી પડી હતી. શાળાઓમાં માસ પ્રમોશન આપી દેવાયું છે તો કેટલીક યુનિવર્સિટીએ કોરોનાને કારણે પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી લેવાનું નક્કી કર્યુ હતું. GTU ની ઓનલાઈન પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે.

GTU ની ઓનલાઈન પરીક્ષા શરૂ
કોરોનાને કારણે પાછી ઠેલાયેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUની ઓનલાઈન પરીક્ષાઓ (GTU ONLINE EXAMS) શરૂ થઇ ગઈ છે. આજથી શરૂ થઇ રહેલી GTUની આ ઓનલાઈન પરીક્ષામાં અંદાજે 57 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.

BE સેમ 1 અને 2 ની ઓનલાઈન પરીક્ષા
આજથી GTUની BE (Bachelor of Engineering) અભ્યાસક્રમની સેમેસ્ટર 1 અને 2ની રેગ્યુલર વિદ્યાર્થીઓની તેમજ રીમિડીયલ વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષા શરૂ થઈ છે. કોરોનાને કારણે પરીક્ષા ઓનલાઇન માધ્યમથી લેવામાં આવી રહી છે. આ ઓનલાઇન પરીક્ષામાં કોઈ ખામી-ક્ષતિ ન ઉભી થાય તેને ધ્યાનમાં રાખીને 27 એપ્રિલે GTU દ્વારા ઓનલાઇન પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટ પણ લેવામાં આવી હતી.
આજથી શરૂ થયેલ GTUની આ ઓનલાઈન પરીક્ષા (GTU ONLINE EXAMS) માં વિદ્યાર્થીઓને 1 કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે. 11:30 વાગ્યાથી 12:40 સુધી પરીક્ષા ચાલશે. કુલ 57,000 વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષા આપવામાં આવશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

અગાઉ કોર્ટે ઓનલાઈન પરીક્ષાની અરજી ફગાવી હતી
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા 14 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે GTUની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

આ અરજીની સુનવણીમાં GTU એ દલીલ કરી હતી કે અત્યારે લેવાતી પરીક્ષામાં પણ પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા આપતા હોવાની અને કોરોના કાબૂમાં આવ્યો હોવાથી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની કોઈ જરૂર જણાતી નથી. GTU ની આ દલીલને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની 14 વિદ્યાર્થીઓની અરજી નકારી હતી.

જો કે ત્યારબાદ કોરોનાના કેસો વધતા GTUએ પરીક્ષાઓ સ્થગિત કરી પાછી ઠેલાવવી પડી હતી. અને હવે આ પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નાકમાં લીંબુના રસના ટીપા નાખવાથી ખતમ થઇ જશે Corona Virus? જાણો આ દાવામાં સાચું કેટલું છે

Next Article