Breaking News: આવતીકાલે GSEB ધોરણ 12નું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પણ પોતાનું પરિણામ જોઈ શકશે

ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓની આવતીકાલની સવાર મહત્ત્વની રહેશે. આવતીકાલે રાજ્યના ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરતું પરિણામ જાહેર થશે.

Breaking News: આવતીકાલે GSEB ધોરણ 12નું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પણ પોતાનું પરિણામ જોઈ શકશે
| Updated on: May 04, 2025 | 6:47 PM

ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓની આવતીકાલની સવાર મહત્ત્વની રહેશે. આવતીકાલે રાજ્યના ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરતું પરિણામ જાહેર થશે.

વાત એમ છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ (Science & General Stream)નું પરિણામ 04 મે 2025ના રોજ એટલે કે આવતીકાલે સવારે 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક નંબર દાખલ કરીને જોઈ શકે છે.

આ ઉપરાંત, પરિણામ વધુ સરળતાથી પરિણામ મેળવવું હોય તો વિદ્યાર્થીઓ WhatsApp નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ જોઈ શકે છે. શિક્ષણપ્રધાન કુંબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ અંગે માહિતી આપી હતી.

ખાસ વાત તો એ કે, આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 12 સાયન્સમાં એક લાખ અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જણાવી દઈએ કે, GUJCET 2025નું પરિણામ પણ ધોરણ 12ના પરિણામ સાથે જાહેર કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:39 pm, Sun, 4 May 25