Gram Panchayat Election : 10,443 ગ્રામ પંચાયતોમાંથી 1157 ગ્રામ પંચાયત સમરસ, સૌથી વધારે મોરબીમાં ગ્રામ પંચાયત સમરસ થઇ

|

Dec 08, 2021 | 5:01 PM

ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત સમરસ બની છે. આ ઉપરાંત ક્યાં જિલ્લાની કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે તે પર નજર કરીએ તો, મોરબીની 91 ગ્રામ પંચાયત, કચ્છની 97, ભાવનગરની 72, મહેસાણાની 31 અને પોરબંદરની 28 ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

Gram Panchayat Election : ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ 1157 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. એટલે કે આ તમામ ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણીઓ નહિં યોજાઈ. 10,443 ગ્રામ પંચાયતોમાંથી 1157 ગ્રામ પંચાયત સમરસ થતા 11.08 ટકા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી વિના જ સરપંચની નિયુક્તિ કરવામાં આવી છે.

ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત સમરસ બની છે. આ ઉપરાંત ક્યાં જિલ્લાની કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે તે પર નજર કરીએ તો, મોરબીની 91 ગ્રામ પંચાયત, કચ્છની 97, ભાવનગરની 72, મહેસાણાની 31 અને પોરબંદરની 28 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ઉલ્લેખનીય છે કે 2016 માં 1455 ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. પરંતુ આ વર્ષે તેમા ઘટાડો થઈ 1157 ગ્રામ પંચાયત સમરસ બની છે.

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. સોમવારે રાજ્ય ચૂંટણીપંચે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયચની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે મુજબ 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMથી નહીં પરંતુ બેલેટ પેપેરથી મતદાન થશે
ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં પરંતુ બેલેટ પેપરથી મતદાન થશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : વિકી અને કેટરીનાના લગ્નની એક્સક્લુઝીવ તસવીરોની માંગ, આ OTT પ્લેટફોર્મે આપી 100 કરોડની ઓફર ?

આ પણ વાંચો : Organic Farming: ઓર્ગેનિક કોરિડોરમાં ખેડૂતોના પાકની તપાસ શરૂ, જાણો તેના વિશેની તમામ માહિતી

Published On - 5:45 pm, Tue, 7 December 21

Next Video