કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબો પર તવાઈ, આવી લેબો સામે પોલીસ કાર્યવાહી સહિતના કડક પગલાં લેવાશે
રાજ્યમાં કોવિડ-19 ના એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. સુરતની તેજસ લેબ આવી રીતે ખોટા રિપોર્ટ આપી રહી છે, તેવા અહેવાલ પ્રસારિત થયા બાદ સુરત મહાનગરપાલિકાએ આ લેબનું લાઇસન્સ રદ કરી દીધું છે. અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, બોગસ રિપોર્ટ […]
રાજ્યમાં કોવિડ-19 ના એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. સુરતની તેજસ લેબ આવી રીતે ખોટા રિપોર્ટ આપી રહી છે, તેવા અહેવાલ પ્રસારિત થયા બાદ સુરત મહાનગરપાલિકાએ આ લેબનું લાઇસન્સ રદ કરી દીધું છે. અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે પોલીસ કાર્યવાહી સહિતના કડક પગલાં લેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ખાનગી લેબોરેટરીઓની તપાસ કરાશે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાનગી લેબોરેટરીની આકસ્મિક તપાસ કરશે અને જિલ્લા કક્ષાની ટીમો પણ તાત્કાલિક ખાનગી લેબોરેટરીઓની મુલાકાત લઈને તપાસ કરશે.
આ પણ વાંચો: ગુજરાતને ગંદુ પાણી? છેલ્લા 5 વર્ષમાં 1,22,733 પીવાના પાણીના નમૂના બિનપ્રમાણિત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો