ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

|

Jan 11, 2022 | 6:54 AM

ઉત્તરાયણની ઉજવણી માટે ધાબા કે ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ શકશે નહીં. જો સોસાયટીમાં નિયમભંગ થશે તો સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવશે.

ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા
Uttrayan celebrations (Symbolc Photo)

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona’s case) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાયણ (uttrayan)ના પર્વને પણ થોડા જ દિવસ બાકી છે. પર્વની ઉજવણી (uttrayan)ના ઉત્સાહમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

ધાબા પર ભીડ એકઠી ન કરવી

કોરોનાના કેર વચ્ચે પણ ગુજરાતીઓ ઉત્તરાયણનો પર્વ તો ઉજવી શકાશે. પરંતુ તેના માટે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. રાજ્યના ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે એક સાથે મોટી સંખ્યામાં એકઠા થઇને પતંગ ચગાવી શકાશે નહીં.જો વધુ ભીડ દેખાશે તો પોલીસ કાર્યવાહી કરશે.

સોસાયટીમાં રહેવાસી સિવાય અન્યને પ્રવેશ નહીં

સરકારે જાહેર કરેલા નિયમોની વાત કરીએ તો જાહેર સ્થળો, મેદાનો, રસ્તાઓ પર એકત્ર થઇને પતંગ ચગાવી શકાશે નહીં. પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા સલાહ આપવામાં આવી છે. ધાબા કે ખુલ્લા મેદાનમાં માસ્ક વગર પતંગ ચગાવી શકાશે નહીં. એટલું જ નહિં સોસાયટી કે ફ્લેટના મેદાનમાં રહેવાસીઓ સિવાય કોઇને પણ પ્રવેશ પણ નહીં અપાય.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્વજનો સાથે જ ઉજવણી કરી શકાશે

આ ઉપરાંત ઉત્તરાયણની ઉજવણી માટે ધાબા કે ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ શકશે નહીં. જો સોસાયટીમાં નિયમભંગ થશે તો સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવશે. એટલું જ નહી લાઉડ સ્પિકર, ડી.જે અથવા મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો 65 વર્ષથી વધુની ઉમરના, 10 વર્ષથી નીચેના બાળકો ઘરે રહે તેવી સલાહ આપી છે.

જાહેરનામામાં કોઇ રોગોથી પીડિત અથવા ગર્ભવતી મહિલાઓને પણ ઘરમાં જ રહેવા સલાહ આપી છે. આ ઉપરાંત પતંગ બજારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે સરકારે લોકોને પર્વની ઉજવણીની છુટ તો આપી દીધી છે. પરંતુ જો આ નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્ચવાહી થશે તેવો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.

 

આ પણ વાંચોઃ

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ

આ પણ વાંચોઃ

Ahmedabad : આઇએમએમમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું, 54 લોકો કોરોના પોઝિટિવ

Next Article