Breaking News : ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની ભરતી માટે સરકારે બનાવી કમિટી

Gujarat Teacher Recruitment 2026 : રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાના મોનિટરિંગ માટે ત્રણ સભ્યોની કમિટીની નિમણૂક કરી છે. આ કમિટીમાં હિંમતનગરના મિતેશ ભટ્ટ, સુરતના જીગ્નેશકુમાર પટેલ અને અમદાવાદના મનુભાઈ રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીમાં શિક્ષકો અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Breaking News : ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની ભરતી માટે સરકારે બનાવી કમિટી
AI-generated photo
Image Credit source: AI-generated photo
| Updated on: Oct 29, 2026 | 2:27 PM

ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિવિધ વિષયોના 2000થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. ભરતી પ્રક્રિયા યોગ્ય લાયકાત અને મેરિટના આધારે થાય તેમજ સમગ્ર પ્રક્રિયા નિર્વિવાદ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આ કમિટીને સોંપવામાં આવી છે.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગ શાળા સંચાલક મંડળો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. હવે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવતાં ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક વર્ષના કાર્યકાળ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના

રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાના (Gujarat Grant-in-Aid Schools Teacher Recruitment 2026) મોનિટરિંગ માટે ત્રણ સભ્યોની કમિટીની નિમણૂક કરી છે. આ કમિટીમાં હિંમતનગરના મિતેશ ભટ્ટ, સુરતના જીગ્નેશકુમાર પટેલ અને અમદાવાદના મનુભાઈ રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીમાં શિક્ષકો અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે.

સરકાર દ્વારા આ કમિટીની નિમણૂક એક વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા નિયમો અનુસાર અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરિટના આધારે તક મળે તે માટે કમિટી દેખરેખ રાખશે.

અંગ્રેજી, ફિઝિક્સ અને મેથેમેટિક્સના શિક્ષકોની અછત

શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે કમિટીમાં સ્થાન મેળવનારા મનુભાઈ રાવલે જણાવ્યું હતું કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 2000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ખાસ કરીને અંગ્રેજી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ જેવા વિષયોના શિક્ષકોની અછત વર્તાઈ રહી છે.

તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ઝડપથી કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ ભરતી પ્રક્રિયા નિર્વિવાદ રહે અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની મેરિટના આધારે પસંદગી થાય તે સુનિશ્ચિત કરવાનું કમિટીનું મુખ્ય કામ રહેશે.

ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ થવાની આશા

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે શિક્ષણકાર્ય પર અસર પડતી હોવાની રજૂઆતો વચ્ચે સરકારના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કમિટીની રચના બાદ હવે ભરતી પ્રક્રિયા અંગે આગળની કાર્યવાહી ઝડપથી થાય તેવી આશા છે.

Breaking News : ગુજરાતમાં પલટાશે વાતાવરણ, 29 થી 31 ઓક્ટોબર સુધી કમોસમી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે માવઠું

Follow Us
Loading...
Unable to load recommendations.