World Environment day : ગીર સોમનાથના મૂળ દ્વારકાની સરકારી શાળા બની ગ્રીન સ્કૂલ, 600થી વધુ વિદ્યાર્થીઓને અપાય છે પર્યાવરણ જતનના પાઠ

|

Jun 05, 2023 | 10:01 AM

આ શાળામાં જાસૂદ-કરેણ જેવા ફૂલો, અરડૂસી, એલોવેરા જેવી વિવિધ ઔષધિઓ અને અશોકવૃક્ષ, બૉટલપામ જેવા વૃક્ષોથી હરિયાળી છવાયેલી જોવા મળે છે. આ સરકારી શાળામાં આ હરિયાળીનો શ્રેય શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાય છે.

World Environment day : ગીર સોમનાથના મૂળ દ્વારકાની સરકારી શાળા બની ગ્રીન સ્કૂલ, 600થી વધુ વિદ્યાર્થીઓને અપાય છે પર્યાવરણ જતનના પાઠ

Follow us on

Gir Somnath : આજે વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment day) છે, ત્યારે ગીર સોમનાથના (Gir Somnath) કોડીનાર નજીક મૂળ દ્વારકાના ગામમાં એક અનોખી શાળા છે. જે અનેકને પ્રેરણા આપે છે. વૃક્ષો, ઔષધિઓ અને રંગબેરંગી ફૂલછોડોથી આ સરકારી શાળામાં હરિયાળી જોવા મળી રહી છે. ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ’માં 600થી વધુ વિદ્યાર્થીઓને ભણે છે હરિત શિક્ષણ. શિક્ષણ (Education) સાથે પ્રકૃતિના જતનના પાઠ પણ આ શાળામાં શિખવવામાં આવે છે.

આ પણ વાંચો-આજથી ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, નવી શિક્ષણનીતિ મુજબ શરુ થશે અભ્યાસક્રમ

હરિયાળીનો શ્રેય શિક્ષકો અને વિદ્યાર્થીઓને

આ શાળામાં જાસૂદ-કરેણ જેવા ફૂલો, અરડૂસી, એલોવેરા જેવી વિવિધ ઔષધિઓ અને અશોકવૃક્ષ, બૉટલપામ જેવા વૃક્ષોથી હરિયાળી છવાયેલી જોવા મળે છે. આ સરકારી શાળામાં આ હરિયાળીનો શ્રેય શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાય છે. આ શાળાની અનોખી વાત એ પણ છે કે અહીં ‘બીજબેંક’ સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે વિદ્યાર્થીઓમાં ફૂલછોડ-વૃક્ષની જાળવણીના બીજ રોપાય છે. સાથે જ ‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’ જેવા સંસ્કાર કેળવાય છે. તો ‘શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ પર્યાવરણની જાળવણીના પાઠ શીખવાડાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણીના અપાય છે પાઠ

ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાંના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે છે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શીતળતા પહોંચાડે છે. કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી ‘ગ્રીન સ્કૂલ’માં આ તમામ લાક્ષણિકતાઓ મળી આવે છે. આ શાળામાં ‘શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે.

‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’નો અપાય છે

‘પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતન’ના મંત્રને સાથે લઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સહિતની કેળવણી આપનાર મૂળ દ્વારકાની સરકારી સ્કૂલના આચાર્ય નકુમ અજીતભાઈના જણાવ્યા અનુસાર ‘બીજબેંક’ સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફૂલછોડ-વૃક્ષના ઉછેર સહિત પર્યાવરણની જાળવણીના બીજ રોપાય છે.

ફૂલછોડ વિશે પ્રેક્ટિકલ સમજ અપાય છે

શાળામાં દર શનિવારે એક કલાક ‘શ્રમભક્તિ’ તાસમાં વિદ્યાર્થીઓ ફૂલ-છોડ ઉછેર સહિતની પર્યાવરણલક્ષી કામગીરી કરે છે. વળી કોઈ પાઠમાં કેસૂડા-અરડૂસી વગેરેનો ઉલ્લેખ આવતો હોય તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કેસૂડો-અરડૂસી વગેરે બતાવવામાં આવે છે. એવી જ રીતે જો પાઠમાં ઉલ્લેખ હોય કે, ‘સીતામાતા અશોકવૃક્ષની નીચે બેઠા છે’ તો શાળાના પ્રાંગણમાં જ આવેલ અશોકવૃક્ષ બતાવવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જ ફૂલછોડ વિશે પ્રેક્ટિકલ સમજ પણ મળી રહે છે.

આ શાળાનું મેદાન જાસૂદ, ચંપો, ગુલાબ, મોગરો, શંખપુષ્પી, કરેણ જેવા ફૂલો તેમજ વેરી ગ્રીન અરેલિયા, ફોરકોપા, રેડ એકાફેરા, જેટ્રોફા જેવા વિદેશી ફૂલો અને અરડૂસી, એલોવેરા, સરગવો, નાગરવેલ જેવી ઔષધિ સહિત ઉંબરો, પીપળો, નારિયેળી, બીલી, બૉટલપામ, લિંબૂડી જેવા ઘેઘૂર વૃક્ષોથી હર્યુભર્યુ બન્યું છે. વળી તમામ ફૂલછોડને ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી પાણી પહોંચાડવામાં આવે છે, તેમજ ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ વગેરેમાંથી બનતું જીવામૃત કુદરતી ખાતર આપવામાં આવે છે. જેથી કોઈ નુકસાન ન પહોંચે.

આ સ્કૂલની દિવાલોમાં પણ ‘વૃક્ષોને આપણે બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે’ જેવા પર્યાવરણલક્ષી વિવિધ સૂત્રો લખવામાં આવ્યા છે. જેથી દરેક વિદ્યાર્થીઓમાં નાનપણથી જ પર્યાવરણ વિશે સમજ કેળવાય. આ રીતે ઉપરોક્ત કાર્ય થકી શાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે સમજ આપવામાં આવે છે.

(With input- Yogesh Joshi,Gir Somnath)

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article