વેરાવળના માથાસુરિયા ગામે ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો, 7માં ધોરણમાં ભણતી સગીરાને ચોકલેટની લાલચ આપી આચાર્યએ અડપલાં કર્યાં
શાળાનો આચાર્ય (principal) બે દિવસથી સગીરાની છેડતી કરી રહ્યો હતો. જેને લઇ ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા. ગ્રામજનોનો રોષ જોઈ આચાર્યએ ભુલ સ્વીકારી માફી પત્ર લખી આપી સમાધાન કરવા પ્રયાસ કર્યો હતો, જોકે ગ્રામજનોએ લંપટ આચાર્યને પોલીસ હવાલે કર્યો હતો.
ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો ગીર સોમનાથના (Gir somnath) જિલ્લાના મુખ્ય મથક વેરાવળ (Veraval) ના માથાસુરિયા ગામેથી સામે આવ્યો છે. ગામની શાળા (School) ના લંપટ આચાર્ય (principal) ભરત જારસાનિયાએ 12 વર્ષની સગીર વિદ્યાર્થિની (Student) ને શારિરીક અડપલા કરતા હોબાળો મચ્યો હતો. ગ્રામજનોએ આ લંપટ આચાર્યને પોલીસ (Police) હવાલે કર્યો છે. પોલીસે પણ આચાર્ય વિરૂદ્ધ પોક્સોનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતી સગીરાને ચોકલેટની લાલચ આપી લંપટ આચાર્યે અડપલા કર્યા હતા. સગીરાએ ગભરાઈ જઈ તેના પિતાને વાત જણાવી અને લંપટ આચાર્યનો ભાંડો ફૂટ્યો હતો.
આ ઘટના અંગે ગામના આગેવાન સામતભાઈ જાદવે જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય બે દિવસથી સગીરાની છેડતી કરી રહ્યો હતો. જેને લઇ ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા. ગ્રામજનોનો રોષ જોઈ આચાર્યએ ભુલ સ્વીકારી અને માફી પત્ર લખી આપી સમાધાન કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ લંપટ આચાર્યને પોલીસ હવાલે કર્યો હતો. દરમિયાન શાળાની અન્ય વિદ્યાર્થિનીઓ પણ ખુલીને સામે આવી હતી અને આચાર્ય અવારનવાર તેઓની સાથે પણ ગંદી હરકતો કરતો હોવાની વાત જણાવી હતી, ત્યારે શિક્ષણ જગતમાં કલંક સમાન એવા આ આચાર્યને કડકમાં સજાની ગ્રામજનોએ માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સુરતના સચિન વિસ્તારમાં આવેલ શાળાના ભૂતપૂર્વ લંપટ શિક્ષકની કરતુતનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. શાળાના વર્ગખંડમાં વિધાર્થીની જોડે બીભત્સ છેડતી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. લંપટ શિક્ષક સામે કાર્યવાહીની માંગ સાથે શાળાના મહિલા એકાઉન્ટન્ટ દ્વારા આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રૂપિયા 1245 કરોડના બેન્ક ફ્રોડના કેસમાં સીબીઆઈએ ભરૂચ સહિત 13 સ્થળે દરોડા પાડ્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો