ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રિ (MahaShivratri). આજે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ (Somnath)મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ભોલે દાદાના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડશે. વહેલી સવારથી તમામ શિવાલયો ( Shiv Temples)માં શ્રદ્ધુાળુઓનો ધસારો જોવા મળશે. રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતીનું પણ આયજન કરવામાં આવ્યુ છે.
મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ કોરોનાકાળને કારણે બે વર્ષથી સોમનાથમાં મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. જેથી ઉત્સાહમાં શિવરાત્રિ પહેલા જ સોમનાથ તીર્થમાં ભાવિકો ઉમટી રહ્યાં છે. સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. સૌ ભાવિકો ભગવાન સોમનાથને એક જ પ્રાર્થના કરી રહ્યાં છે કે કોરોના મહામારીની સમગ્ર વિશ્વભરમાંથી વિદાય થાય.
તીર્થધામ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમ જયોતિલીંગ મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભકતો સોમનાથ આવી પહોંચશે. મહાદેવને શિશ નમાવવા આવતા લાખો ભકતો-શ્રદ્ધાળુઓને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવત્રીના આજના દિવસે શિવભક્તો સતત દર્શન કરી શકે અને ભક્તોને કોઇ અગવડ ન પડે તે માટે સોમનાથ મંદિરના દ્વારા સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહેશે. સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે..
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને રહેવા જમવા તેમજ દર્શન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે. દેશ-વિદેશમાં વસતા ભાવિકો શિવરાત્રી પર્વ પર પોતાના ઘરે બેસી ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજયના જાપ ઘરમાં જ કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વ્યવસ્થા કરી છે.મહામારીની ગાઈડલાઈન મુજબ ભાવિકોએ દર્શન કરવાના રહેશે.મંદિરની અંદર આરતી કે દર્શન સમયે ભાવિકો વધુ સમય ઉભા રહી નહી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-