ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્રના બીચોની સફાઈની ‘નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુધી’ નામથી અનોખી ઝુંબેશનો પ્રારંભ, બીજા દિવસે વેરાવળ જાફરાબાદને આવરી લેવાયા

|

Aug 04, 2022 | 9:03 PM

Indian Coast Guard: ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સફાઈ અંતર્ગત નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુધી નામથી અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ 3 ઓગષ્ટથી 6 ઓગષ્ટ સુધી ચાલશે જેનો હેતુ માછી સમાજની બહેનોને બીચની સ્વચ્છતા, સુરક્ષા પ્રત્યે વધુ સજાગ જાગૃત કરવાનો છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્રના બીચોની સફાઈની નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુધી નામથી અનોખી ઝુંબેશનો પ્રારંભ, બીજા દિવસે વેરાવળ જાફરાબાદને આવરી લેવાયા
નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુુધી ઝુંબેશનો બીજો દિવસ

Follow us on

ભારતીય તટ રક્ષક દળ (ICG) દ્વારા દરિયાકાંઠાની સ્વચ્છતા અને સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે એક અનોખી ઝુંબેશ (Unique Campaign) શરૂ કરવામાં આવી છે. જેમા ભારતીય તટરક્ષક દળ(ICG) દ્વારા “નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુધી” નામથી અનોખી ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશનો 3 ઓગષ્ટથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમા બીજા દિવસના અંત સુધીમાં જાફરાબાદ (Jafrabad) અને વેરાવળ(Veraval)ને આવરી લેવામાં આવ્યા છે. માછીમાર સમુદાય સહિત ભારતીય કોસ્ટ ગાર્ડની આ ઈવેન્ટને જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઝુંબેશનો હેતુ દરિયાકાંઠાના બીચની સફાઈ, સ્વચ્છતા તેની સુરક્ષામાં માછી સમાજની મહિલાઓને જોડવી, તેમને આ કાંઠાઓની સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરવા અને પોતાની સ્વચ્છતા પ્રત્યે પણ વધુ સજાગ કરવાનો છે.

3 ઓગષ્ટથી ‘નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુધી’ ઝુંબેશનો પ્રારંભ

આ ઝુંબેશનો પ્રારંભ 3 ઓગષ્ટ 2022ના રોજ ગાંધીનગરથી કવિતા હરબોલાએ ફ્લેગ ઓફ કરાવીને કરાયો હતો. જેના બીજા દિવસે આ કેમ્પેઈન વેરાવળ પહોંચ્યુ છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ(ICG)ના કર્મચારીઓની પત્નીઓ અને મહિલા અધિકારીઓએ વેરાવળ અને નજીકના ગામોમાં માછીમાર સમાજની મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાદેશિક પ્રમુખ તટરક્ષિકા સુમન નાલા, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) પોરબંદરના સંકલિત નાણાંકીય સલાહકાર અને સ્થાનિક વહીવટીતંત્રની મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં 350થી વધુ માછીમાર સમાજની મહિલાઓએ હાજરી આપી હતી. જેમા તેમને સુરક્ષિત સમુદ્ર, બીચની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

3 ઓગષ્ટથી 6 ઓગષ્ટ સુધી ચાલશે ‘નારી શક્તિ સ્વચ્છતાથી સુરક્ષા સુધી’ ઝુંબેશ

આ અભિયાન અંતર્ગત ભારતીય કોસ્ટ ગાર્ડ(ICG) કર્મીઓની પત્નીઓ અને મહિલાઓ અધિકારીઓ ગુજરાતના દરિયાકાંઠાનો પ્રવાસ કરશે અને ગુજરાતના મુખ્ય માછીમારી વિસ્તારોની મુલાકાત લઈને મહિલાઓ સાથે સંવાદ કરશે અને સુરક્ષિત સમુદ્ર, બીચની સફાઈ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે પણ તેમને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત ગુરુવારે વેરાવળ અને જાફરાબાદના ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માછી સમાજને આવરી લેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અભિયાન 3 ઓગષ્ટથી 6 ઓગષ્ટ સુધી ચાલશે. જેમા ગુજરાતના દરિયાકાંઠાના લગભગ 1200 કિલોમીટરના વિસ્તાર અને રસ્તામાં આવતા ગામડાઓને પણ આવરી લેવામાં આવશે. તેમજ 17 સપ્ટેમ્બર 2022ના રોજ આંતરરાષ્ટ્રીય સમુદ્રકાંઠાની સ્વચ્છતા સહિતની પ્રવૃતિઓની શ્રેણીમાં આ શરૂઆત છે. ગુજરાત મત્સ્ય ઉછેર વિભાગ અને ગુજરાત સમુદ્રી પોલીસ પણ આ અભિયાનમાં ભાગ લેશે. લાયન્સ ક્લબ ગાંધીનગર અને મેસર્સ મૂડ ઓફ વુડ ફર્નિચર હાઉસ દ્વારા આ ઉદ્દેશ્ય માટે તટરક્ષિકાઓનો સમર્થન આપવામાં આવી રહ્યુ છે.

Next Article