Gir somnath : સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના દ્વિતીય તબક્કાનો 28મે થી પ્રારંભ થશે

|

May 26, 2023 | 11:19 PM

ગીર સોમનાથમાં પ્રથમ તબક્કે ગીર-ગઢડા તથા તાલાળા તાલુકામાં 95000 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુત્રાપાડા તાલુકાથી પ્રારંભ કરી નોંધણી કરાવેલ ખેડૂતોને ટ્રસ્ટ તરફથી 6 આંબાની કલમો આપવામાં આવશે.

Gir somnath : સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના દ્વિતીય તબક્કાનો 28મે થી પ્રારંભ થશે

Follow us on

Gir somnath: જિલ્લાના ખેડૂતોને સોમનાથ મહાદેવનો છોડ રૂપી પ્રસાદ મળશે. જિલ્લાના ખેડૂતોને આપવામાં આવનાર ફળાઉ વૃક્ષો માત્ર ફળ નહીં આજીવન સોમનાથનો પ્રસાદ સ્વરૂપે મળશે. ગીરસોમનાથ જીલ્લામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષો ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરવાનો મહત્વપૂર્ણ અને પર્યાવરણલક્ષી પ્રોજેકટ આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ગત વર્ષે 95000 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

11 લાખની વસ્તી મુજબ જીલ્લામાં 11 લાખ વૃક્ષોનું વિતરણ

કોરોના કાળમાં સૌએ વૃક્ષોની અગત્યતા સમજી છે. ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડામાં થયેલ વૃક્ષોનું નુકસાન વિગેરે બાબતોને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની 11 લાખની વસ્તી મુજબ જીલ્લામાં 11 લાખ વૃક્ષોનું વિતરણ કરી ખેડુતો દ્વારા તેનો ઉછેર કરવામાં આવે અને એ પણ ફળાઉ વૃક્ષો વિના મુલ્યે આપવામાં આવે તેવી પહેલ કરાઇ હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ખેડૂતને તેનાથી આવક પણ થાય તેવો કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેકટ માટે ટ્રસ્ટ દ્વારા જીલ્લાના ગામેગામ ખેડૂતોનો સંપર્ક કરી ખાતેદાર ખેડૂતોને વૃક્ષારોપણ પ્રોજેકટનો લાભ લેવા માટે ફોર્મ ભરાવી જરૂરી વિગતો એકઠી કરવામાં આવી હતી.

28 મે 2023 થી બીજા તબક્કામાં રોપાનું વિતરણ શરૂ કરવામાં આવશે

ગિરસોમનાથના 2 તાલુકા સિવાયના ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાં જે વૃક્ષોનું વિતરણ બાકી છે તે તમામ તાલુકાઓમાં તા. 28 મે 2023 થી બીજા તબક્કામાં રોપાનું વિતરણ શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ વૃક્ષો માટેના રોપા મેળવવા માટે અગાઉ ફોર્મ ભરેલ છે. તેઓને ટ્રસ્ટના કર્મચારીઓની ટીમ સંપર્ક કરી વૃક્ષારોપણ માટેના રોપા આપીને આ મહા વૃક્ષારોપણ પ્રોજેકટનો પ્રારંભ કરવાના છે.

આ પણ વાંચો : 7 કરોડની સામે 14 કરોડ ચુકવ્યા છતા વ્યાજખોરોએ વેપારી પાસેથી કરોડોની કિંમતની ત્રણ લક્ઝુરિયસ કાર અને મકાનો પડાવ્યા, આખરે વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

લાભાર્થીઓને ટ્રસ્ટ તરફથી આ વિનામુલ્યે રોપા મળે તેને ભગવાન સોમનાથજીની પ્રસાદી સ્વરૂપે સ્વીકારી તેનું જતન કરી સારી રીતે ઉછેર કરવામાં આવે તેવી ટ્રસ્ટ દ્વારા આગ્રહભરી વિનંતી કરાઇ છે.

(with input : yogesh joshi)

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article