Gujarati Video : ગીર સોમનાથના ઉનામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

| Edited By: | Updated on: Jun 29, 2023 | 5:52 PM

ગીર સોમનાથના વેરાવળ માં પ્રથમ વરસાદે જ મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. જેમાં ગાંધીચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે

Gir Somnath : ગીર સોમનાથના ઉનામાં(Una)  3 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે ઉનામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી છે.

ગીર સોમનાથના વેરાવળ માં પ્રથમ વરસાદે જ મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. જેમાં ગાંધીચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રતિવર્ષ પાલિકા તંત્ર લાખો રૂપિયા પ્રિમોન્સૂન કામગીરી પાછળ ખર્ચે છે. પરંતુ આ પ્રિમોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ થતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે

ગીરસોમનાથના સૂત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પ્રશ્નાવડા ગામની બજાર અને શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે.પ્રશ્નાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘરો સુધી પાણી પહોંચ્યા છે. શેરીઓમાં કમર સમા પાણી વહેતા થયા છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો અનેક ઘરોમાં પાણી ઘૂસવાની સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો