ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) ગીર સોમનાથ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના(Somnath Mahadev) ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધન્યતા અનુભવી હતી .મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ સમક્ષ ગુજરાતના લોકોની આરોગ્ય -સુખાકારી સમૃદ્ધિ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના યાચના કરી હતી.મુખ્યમંત્રી એ સોમનાથ મહાદેવની સાંધ્ય આરતીનો લાભ લઇ ભગવાન ગણેશજીના પણ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવની શાસ્ત્રોકત પૂજા પણ કરી હતી .મુખ્યમંત્રીએ વીર શહીદ હમીરસિંહ ગોહિલના સ્મારક ખાતે પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
દર્શન વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર, રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ , પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા , જે.ડી.સોલંકી, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, યશોધર ભટ્ટ ,સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પૂર્વે મુખ્યમંત્રીનુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગીર-સોમનાથમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાવવાની છે. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. ત્યારે જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું હતું. જૂનાગઢના કલેક્ટર, DIG, જિલ્લા પોલીસ વડા, સાંસદ રાજેશ ચુડાસમાએ CM ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. જે બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કારનો કાફલો સોમનાથ જવા રવાના થયો હતો.
આ પણ વાંચો : આણંદના પોલીસ બેડામાં આનંદની લાગણી, પોલીસ કર્મચારીને 229 પોલીસ ઇનામો બાદ હવે રાષ્ટ્રપતિ મેડલ મળ્યો
આ પણ વાંચો : Gujarat માં આદિવાસી પ્રમાણપત્રને લઇને વિસંગતતા, કોંગ્રેસે બેઠકમાંથી વોક આઉટ કર્યું
Published On - 8:12 pm, Tue, 25 January 22