Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, વાસ્તુ સહિતના ઓનલાઈન અભ્યાસનો થશે પ્રારંભ

|

Jul 20, 2022 | 7:47 PM

સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં (Shree somnath sanskrit university ) ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે ઘેર બેઠા જ કર્મકાંડ,મંદિર વ્યવસ્થાપન,વાસ્તુ,જ્યોતિષ (Jyotish) અને સંસ્કૃત (sanskrit)જેવા વિષયો શીખવાડવાની શરૂઆત કરાવવામાં આવશે. આ માટે 17 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે.

Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, વાસ્તુ સહિતના ઓનલાઈન અભ્યાસનો થશે પ્રારંભ
Gir somanth: Somnath Sanskrit University

Follow us on

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (Veraval) ખાતે આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શનમાં વર્ષ 2022-23થી ઓનલાઈન અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ધોરણ 12 પાસ કોઈ પણ વ્યક્તિ વિવિધ વિષયમાં ડિપ્લોમા અભ્યાસ કરી શકશે. ડિપ્લોમા અભ્યાસ કરવા ઈચ્છતા ઉમેદવારો ડિપ્લોમા ઈન કર્મકાંડ, ડિપ્લોમા ઈન જ્યોતિષ, ડિપ્લોમા ઈન વાસ્તુશાસ્ત્ર, ડિપ્લોમા ઈન સંસ્કૃત ભાષા, ડિપ્લોમા ઈન મંદિર વ્યસ્થાપન જેવા વિષયમાં અભ્યાસ કરી શકશે. નોકરિયાત વ્યક્નેતિ અને ગુજરાતમાં ક્યાયં પણ રહેતા વિદ્યાર્થી સરળતાથી ઓનલાઇન અભ્યાસમાં જોડાઈ શકશે. હાલમાં આ અંગેના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની અંતિમ તારીખ 17 ઓગસ્ટ છે. સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં (Shree somnath sanskrit university ) ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે ઘેર બેઠા જ કર્મકાંડ,મંદિર વ્યવસ્થાપન,વાસ્તુ,જ્યોતિષ (Jyotish) અને સંસ્કૃત (sanskrit) જેવા વિષયો શીખવાડવાની શરૂઆત કરાવવામાં આવશે. આ માટે 17 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે.

યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મળશે માહિતી

આ અંગેની વિસ્તૃત માહિતી  આપતા ઓનલાઈન શિક્ષણના વહીવટી અધિકારી ડો.રામભાઈ બાકુએ જણાવ્યું હતું કે,  શ્રી સોમનાથ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા અભ્યાસને લઈ ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવી રહ્યાં છે. તા. 17 જુલાઈ 2022થી ઓનલાઈન ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. જે તા. 17 ઓગસ્ટ 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની વેબસાઈટ  ઉપર લોગ ઈન કરીને  www.de.sssu.ac.in અથવા www.sssu.ac.in ઉપરથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ કરી શકશે વિવિધ  ઓનલાઈન કોર્સ

  1. ડિપ્લોમા ઇન કર્મકાંડ
  2.  ડિપ્લોમા ઇન જ્યોતિષ
  3. આ પણ વાંચો

  4. ડિપ્લોમા ઇન વાસ્તુશાસ્ત્ર
  5. ડિપ્લોમા ઇન સંસ્કૃત ભાષા
  6.  ડિપ્લોમા ઇન મંદિર વ્યસ્થાપન

સંસ્કૃત શીખવા માટે યુનિવર્સિટીમાં દેશ વિદેશથી આવે છે વિદ્યાર્થીઓ

નોંધનીય છે કે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરવા માટે ગત વર્ષે સરકારની શિષ્યવૃત્તિ (Scholarship) પર પ્રવેશ મેળવવા વિદેશના 9 વિદ્યાર્થીઓએ ગત વર્ષે અરજી  કરી હતી, જે પૈકી ઈરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 3 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો  હતો. ગીર સોમનાથની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ICCR (Indian Council for Cultural Relations)ની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃતમાં અભ્યાસ કરવા માગતા 3 વિદ્યાર્થીઓની અરજી સ્વીકારવામાં આવી હતી તો બાંગ્લાદેશના વિદ્યાર્થીને સંસ્કૃતમાં પીએચડી માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Next Article