Gir Somnath: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ખરા અર્થમાં રચાયો તમિલ સંગમ, તમિલવાસીઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપાયુ સુખદ સંભારણું

|

Apr 18, 2023 | 5:34 PM

Gir Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ખરા અર્થમાં તમિલ સંગમ રચાયો. સદીઓથી વતનમાંથી સ્થળાંતર કરી મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોએ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ અને ભક્તિપૂર્ણ ભેટ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમના દરેક ભક્તને આજીવન સંભારણુ બને તેવી વ્યવસ્થા પૂરી પાડી.

Gir Somnath: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ખરા અર્થમાં રચાયો તમિલ સંગમ, તમિલવાસીઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપાયુ સુખદ સંભારણું

Follow us on

સૌરાષ્ટ્ર તમિલ સંગમનું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. સોમનાથ પહોંચતા જ તમિલનાડુથી આવેલા યાત્રીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તમામ ભક્તોનું સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત અધિકારીઓ કર્મચારીઓ સોમનાથ ટ્રસ્ટના સ્વાગત ખંડમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના અમૃત પીણા સમાન છાશ પીવડાવી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. ક્લોક રૂમ અને શું-હાઉસની અલાયદી સુલભ વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર તામિલ સંગમમાં આવેલા સમૂહ માટે એક વિશેષ રુટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં આવનારા ભક્તો સોમનાથના સ્થાપત્ય અને સનાતન સંસ્કૃતિની શિલ્પ કલા વિશે જ્ઞાન મેળવે તેના માટે રૂટની એક તરફની આખી દીવાલ પૌરાણિક ચિત્રો દોરીને સુશોભિત કરવામાં આવી હતી. તમામ ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટના લાઈટ એન્ડ સાઉન્ડ શો પવેલિયનમાં વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. એક વિશાળ સ્ક્રીન પર સોમનાથ મંદિરની લાઈવ આરતીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

તમામ ભક્તોએ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન કપર્દી વિનાયક ગણેશજી, સંકટ મોચક હનુમાનજીના દર્શન કરી દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના પુરોહિતો દ્વારા આવનાર શ્રદ્ધાળુઓને લલાટ પર ત્રિપુંડ, અને ચંદન તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવનું અલૌકિક સ્વરૂપ નિહાળી સદીઓ પહેલા તામિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન તામિલ ભક્તો જાણે પોતાના ઈષ્ટને સાક્ષાત મળી રહ્યા હોય તેટલો ઉત્સાહ ઉમંગ અને સમર્પણ ભાવના તેઓએ પ્રદર્શિત કરી હતી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમ અને સોમનાથ મહાદેવના દર્શન આજીવનનું સંભારણું બની રહે તેના માટે ભક્તિ યુક્ત ભેટ કીટ પ્રત્યેક શ્રદ્ધાળુને આપવામાં આવી હતી. સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ રુદ્રાક્ષ, સોમનાથ મંદિરનું ફિલ્ટર થયેલું નિર્મળ જળ- સોમગંગા, યજ્ઞ ક્રિયાને દૈનિક જીવનમાં સરળ બનાવતી લઘુયજ્ઞ કીટ, તમિલ ભાષામાં વિશેષ રૂપે તૈયાર કરાયેલ સોમનાથ તીર્થની પરિચય પુસ્તિકા, સોમનાથ મહાદેવનો 3d ફોટો, સહિતની ભેટ આ કીટમાં આપવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટની દીર્ઘદ્રષ્ટિ અને ભક્તિ અને આધ્યાત્મને વધુને વધુ સબળ બનાવતી આ ભેટ મેળવીને શ્રદ્ધાળુઓની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Gir Somnath: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ભાષાનો નહીં રહે બાધ, સરકાર દ્વારા પ્રવાસીઓ માટે દુભાષિયાઓની વ્યવસ્થા કરાઇ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા અંગ્રેજી ભાષામાં થ્રીડી લાઇટ એન્ડ સાઉન્ડ શો ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને નિહાળી સોમનાથ તીર્થની યુગો-યુગોની વિસર્જન બાદ સર્જનની અદ્વિતિય ગાથાને શ્રદ્ધાળુઓ નજીકથી જાણી શક્યા હતા. સોમનાથ મંદિરના દર્શનના અનુભવને સૌરાષ્ટ્ર તામિલ સંગમમાં આવેલા શ્રદ્ધાળુઓએ અભૂતપૂર્વ વર્ણવ્યો હતો.

ઈનપુટ ક્રેડિટ-યોગેશ જોષી- ગીરસોમનાથ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article