Gir Somnath: તાલાલા સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોડી રાત્રે ભૂકંપનો હળવો આંચકો અનૂભવાયો

|

Jul 04, 2022 | 7:16 AM

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોડી રાત્રે ભૂકંપનો (Earthquake) હળવો આંચકો અનૂભવાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Gir Somnath: તાલાલા સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોડી રાત્રે  ભૂકંપનો હળવો આંચકો અનૂભવાયો
સાંકેતિક તસ્વીર

Follow us on

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોડી રાત્રે ભૂકંપનો (Earthquake) હળવો આંચકો અનૂભવાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, આ પહેલા મે મહિનામાં પણ મોટા પ્રમાણમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદૂ તાલાલા ગીરથી નોર્થ ઈસ્ટથી 13 કિમી દૂર નોંધાયુ હતું.

ભારે વરસાદ વચ્ચે દરિયો તોફાની બન્યો

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ વધતા વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધી 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.છેલ્લા બે દિવસથી ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળના પડંવા, ભેટાળી, માથાશુરીયા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યારે વેરાવળના આસપાસના ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદ યથાવત છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણના ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

 

Next Article