Gir somnath: પશુઓમાં રસીકરણને પગલે જિલ્લાનું પશુધન સુરક્ષિત, જિલ્લામાં એક પણ મૃત્યુ નહીં

|

Aug 05, 2022 | 5:28 PM

ગીર સોમનાથ જિલ્લામાં એક પણ પશુનું લમ્પી વાયરસના કારણે મૃત્યુ નથી નોંધાયુ તેની પાછળનું કારણ મોટાભાગના ગામોમાં અને શહેરોમાં આવેલી ગૌશાળાઓ છે. આ ગૌશાળામાં અદ્યતન સુવિધા યુક્ત વાહનો તેમ જ તમામ પ્રકારની દવાઓ અને પશુ તબીબો 24 કલાક સેવા માટે ખડેપગે રહે છે.

Gir somnath: પશુઓમાં રસીકરણને પગલે જિલ્લાનું પશુધન સુરક્ષિત, જિલ્લામાં એક પણ મૃત્યુ નહીં
vaccination of cattle affected of lumpy virous

Follow us on

રાજ્યભરમાં પશુઓમાં પ્રસરેલા લમ્પી વાયરસે (Lumpy virous) પશુપાલકોને ચિંતિત કર્યા છે. ત્યારે ગીર સોમનાથ (Gir somnath)જિલ્લામાં ગૌશાળા સંચાલકો અને સેવાભાવીઓ દ્વારા પશુઓનું રસીકરણ સમયસર થતાં લમ્પી વાયરસ પર લગામ લગાવી છે.જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સત્તાવાર 53 ગાયોમાં (COW) વાયરસ જોવા મળ્યો છે જ્યારે અન્ય છૂટક ગણીએ તો 100 પશુઓમાં સંભવિત વાયરસ હોવાનું મનાય છે, પરંતુ સદનસીબે એક પણ ગાયનું મૃત્યુ આજ દિવસ સુધી નોંધાયું નથી. પશુપાલન વિભાગ સાથે સ્થાનિક ગૌશાળાઓ અને જીવદયા પ્રેમીઓના સહિયારા પ્રયાસથી આ બાબતક શકય બની છે.

માનવીઓને મહામારી કોરોનાની જેમ હવે પશુઓમાં પણ લમ્પી વાયરસે સૌને ચિંતિત કર્યા છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુઓનો મૃત્યુ આંક વધી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં એક પણ પશુનું લમ્પી વાયરસના કારણે મૃત્યુ નથી નોંધાયુ તેની પાછળનું કારણ મોટાભાગના ગામોમાં અને શહેરોમાં ગૌશાળાઓ આવેલી છે. ગૌશાળાઓ સાથે સંખ્યાબંધ ગૌસેવકો દિવસ રાત સેવામાં કાર્યરત છે. જે પૈકીની દ્રારકાધીશ ગૌશાળાની વાત કરીએ તો આ ગૌશાળા નિરાધાર રખડતી ગાયોને સાથે તમામ પશુઓના (Cattle) અકસ્માત કે રોગ થતાં સારવાર કરે છે. આ ગૌશાળામાં અદ્યતન સુવિધા યુક્ત વાહનો તેમ જ તમામ પ્રકારની દવાઓ અને પશુ તબીબો 24 કલાક સેવા માટે ખડેપગે રહે છે.

અગમચેતી ના ભાગરૂપે કરવામાં આવ્યું હતું રસીકરણ

આ ગૌશાળામાં પશુ ડોક્ટરો દ્વારા પશુઓના ઓપરેશનો પણ કરાય છે. ત્યારે ગીર સોમનાથમાં જ્યારે અન્ય જિલ્લાઓમાં લમ્પી વાયરસ પ્રસર્યો ત્યારે અગમચેતી રૂપે અહીં ગૌશાળાઓ દ્વારા પાળીતા પશુઓ ઉપરાંત રખડતા પશુઓને ગૌમાતાઓને વૅક્સીનની કામગીરી શરૂ કરી દેવાય હતી. માત્ર દ્વારકાધીશ ગૌશાળા એ જ આજ સુધીમાં 8,000થી વધુ વૅક્સીન ગાયો ગૌવંશને કર્યું છે. સાથે સરકારના પશુપાલન વિભાગ અને ગામડે ગામડે આવેલી ગૌશાળાઓએ વૅક્સીનનું કામ પૂરજોશમાં શરૂ કર્યું હતુ. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ઓછી માત્રામાં લમ્પી વાયરસ પ્રસર્યો છે અને મૃત્યુદર તો નહિવત છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સઘન બનાવવામાં આવ્યું રસીકરણ

સૌરાષ્ટ્ર સહિત અન્ય જિલ્લાઓ જેવા કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જ્યાં  જ્યાં લમ્પી વાયરસ વધારે પ્રમાણમાં પ્રસર્યો છે ત્યાં ત્યાં રસીકરણ સઘન બનાવવામાં આવ્યું છે. સરકારની સાથે સાથે વિવિધ ગૌશાળા તેમજ પશુપાલકો અને પશુપ્રેમીઓ દ્વારા લમ્પી વાયરસથી ગ્રસ્ત પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

 

વિથ ઇનપુટઃ યોગેશ જોષી, ગીર સોમનાથ

 

Next Article