Gir Somnath : ભારે વરસાદના પગલે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, યુવાનોની પાણીમાં જોખમી છલાંગ

|

Sep 15, 2021 | 11:32 AM

ગીર સોમનાથનીસરસ્વતી નદી પર બે કાંઠે વહેતી થઈ છે. જો કે આ નદીના ધસમસતા પ્રવાહના જીવન જોખમે કેટલાક યુવાનો છલાંગ લગાવતા જોવા મળી રહ્યાં છે.

ગુજરાત(Gujarat) માં સતત વરસી રહેલા વરસાદ(Rain) વચ્ચે નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી છે. તેવા સમયે ગીર સોમનાથની(Gir Somnath) સરસ્વતી નદી પર બે કાંઠે વહેતી થઈ છે. જો કે આ નદીના ધસમસતા પ્રવાહના જીવન જોખમે કેટલાક યુવાનો છલાંગ લગાવતા જોવા મળી રહ્યાં છે. જો કે નદીમાં પાણી આવતા લોકોમાં ઉત્સાહનો માહોલ છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ વધુ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ ઉપરાંત ગીરસોમનાથ ની જીવાદોરી સમો હીરણ ડેમ- 2 છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ આસપાસના ખેડૂતો એ નવા નીરમા ચૂંદડી શ્રીફળ પધરાવી.જય સોમનાથના નાદ સાથે નવાનીરનું પૂજન કર્યું હતું.

જે હીરણડેમ ના થોડા દીવસ પહેલા તળીયા દેખાયા હતા તે ગી ની જીવાદોરી સમા હીરણ ડેમ પર મેઘરાજા એ મહેર કરતા બે દિવસમા ગીર જંગલ મા મૂશળધાર વરસાદના કારણે ડેમ છલોછલ ભરાયો છે.ડેમ ની કૂલ સપાટી 444 ફૂટ છે.જેમા હાલ 443 ફૂટ પાણી ભરાયું છે.

જેની ખૂશીમા આસપાસ ગામડાના ખેડૂતો હીરણડેમ પહોચ્યા હતા અને નવા નીરનું પૂજન કરી તેમા ચૂંદડી અને શ્રીફળ પધરાવી જય સોમનાથ ના નાદ સાથે સૌ એ મીઠાઈ ખવડાવી નવા નીર ને વધાવ્યા હતા.હવેમાત્ર એક ફૂટ બાદ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા નીતંત્ર ને ફરજ પડશે.

આ પણ  વાંચો : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

આ પણ વાંચો :GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 14 સપ્ટેમ્બરે કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા 

Published On - 6:59 am, Wed, 15 September 21

Next Video