Gir Somnath : કોડીનારના આલીદર ગામે સિંહ પરિવારના ધામા, ખેડૂતો ભયમાં

|

Jun 27, 2021 | 9:08 AM

છેલ્લા ઘણા સમયથી આલીદર ગામે 10 થી વધુ સિંહ ખેતરોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગામના સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયtvનો માહોલ ફેલાયો છે

ગિરસોમનાથના કોડીનારના આલીદર ગામે સિંહે (Lion) ધામા નાખ્યા છે. એક સિંહણ અને ત્રણ સિંહને સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કર્યાં છે અને સિંહ પરિવારે ગીર જંગલ છોડી વાડી વિસ્તારમાં ધામા નાખ્યા છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી આલીદર ગામે 10 થી વધુ સિંહ ખેતરોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગામના સીમ વિસ્તારમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ખેડૂતો (Farmers) વાડીએ જતા પણ ફફડી રહ્યા છે.

આ પહેલા જૂનાગઢના દામોદર કુંડમાં સિંહ દેખાયા હતા. મોડી રાત્રે 2 સિંહ દામોદર કુંડમાં આવી ચડ્યા હતા. સિંહ દામોદર કુડ નજીક ફરતા હોય તેવા CCTV પણ સામે આવ્યા હતા. કોરોનાને કારણે નાઈટ કરફ્યૂ છે જેથી સિંહ ગીરનારના જંગલમાંથી દામોદર કુંડમાં આરામથી લટાર મારતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

Next Video