Gir Somnath : લોક સુનાવણીનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો, ગેસ પાઈપ લાઈન ખેતરોમાંથી પસાર થવાને લઇને નારાજગી

|

Aug 25, 2021 | 6:37 PM

HSPL કંપનીની ગેસ પાઈપ લાઈન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરવાની હોય જેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.

ગીર સોમનાથના ગઢડા મામલતદાર કચેરી ખાતે યોજાયેલી લોક સુનાવણીનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો છે. ગીર સોમનાથ ના છારા ગામે નિર્માણ પામતી HSPL કંપનીની ગેસ પાઇપ લાઇનને લઈ યોજાયેલી લોક સુનાવણીમાં ખેડૂતો રોષે ભરાયા છે. કંપનીની ગેસ પાઈપ લાઈન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરવાની હોય જેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.

આ ઉપરાંત  જમીન સંપાદિત કરી કંપની દ્વારા  યોગ્ય વળતર પણ આપવામાં  નહી અપાય એવો ખેડૂતોનો આક્ષેપ છે. આ સમગ્ર બાબતોને લઈ રોષે ભરાયેલા ખેડૂતોએ લોક સુનાવણીનો બહિષ્કાર કર્યો છે.

ગીર સોમનાથના ગઢડા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા લોક દરબારમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કંપની દ્વારા યોગ્ય શરતો અને વળતર જાહેર કરવામાં આવ્યું નથી. તેમજ આ વિસ્તારમાં ગેસ પાઇપ લાઇન નાંખવાથી ખેડૂતોને મોટું નુક્સાન થશે. તેમજ શેરડી અને ઘઉંના વાવેતર બાદ કચરો ખેતરમાં બાળવામાં આવે છે જેના પગલે ગેસ પાઈપ લાઇન મોટું જોખમ બની શકે છે.

આ ઉપરાંત કંપની દ્વારા તેમના વાંધાની માત્ર કાગળ પર જ નોંધ લેવામાં આવે છે . તેનો કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. લોક સુનવણીના નામે માત્ર કંપનીઓ શરતો માનવા માટે તૈયાર કરવામાં આવે છે . તેમજ ખેડૂતોના હિત માટેની કોઇ શરત માનવામાં ન આવતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

આ  પણ વાંચો : RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડમાં જતીન સોનીને ક્લીનચીટ અપાતા તપાસ સમિતિના સભ્યએ જ સવાલ ઉઠાવ્યાં

આ પણ વાંચો :  Yoga Poses : આ 5 યોગાસન તમારી તંદુરસ્તી અને ગ્લોઈંગ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક

Published On - 6:29 pm, Wed, 25 August 21

Next Video