RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડમાં જતીન સોનીને ક્લીનચીટ અપાતા તપાસ સમિતિના સભ્યએ જ સવાલ ઉઠાવ્યાં

Saurashtra University Soil Scam : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 4:56 PM

RAJKOT :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ આપવામાં આવી છે.કથિત માટી કૌભાંડ અંગે આજે મળેલી તપાસ સમિતિમાં પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ અપાઈ તો સાથે જ કોન્ટ્રાક્ટર ચંદુભાઇ માલકિયા અને એક કર્મચારી કેતન ત્રિવેદીની ગેરરિતી નક્કી કરવામાં આવી. સમિતિએ એ પણ ભલામણ કરી કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. સમિતિએ જતીન સોનીને ક્લીનચીટ આપતા કહ્યું કે જતીન સોનીની ગેરરિતી નહિ પરંતુ બેદરકારી હોવાનો તપાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટીના તમામ ફેરામાં કેતન ત્રિવેદીની સહી કરવામાં આવી છે, જો કે કેતન ત્રિવેદીએ પહેલાથી જ રાજીનામુ આપી દીધું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડમાં પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ અપાયા બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કથિત માટી કૌભાંડની તપાસ સમિતિના સભ્ય હરદેવસિંહ જાડેજાએ જ તપાસ સમિતિના નિર્ણય સામે સવાલો ઉભા કર્યા છે.

તપાસ સમિતિના નિર્ણય પહેલા પણ આ તપાસ સમિતિના સભ્ય તેમજ સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે તપાસ સમિતીનો રિપોર્ટ તૈયાર કરવા માટે મળેલી બેઠકમાં ગેરહાજર હોવા છતા તપાસ કમિટીના સભ્ય ભાવિન કોઠારીની સહી અગાઉથી જ હતી જેથી હરદેવસિંહે આક્ષેપ કર્યો હતો કે રિપોર્ટ પહેલાથી જ નક્કી કરાયેલો હતો જેથી હરદેવસિંહ જાડેજાએ પોતાનો અલગ રિપોર્ટ રજૂ કર્યો હતો.

આ સમગ્ર કથિત માટી કૌભાંડમાં જાણે કશું જ થયું ન હોય એવા નિર્ણયો લેવાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠા માટીમાં ગઈ છે.

આ પણ વાંચો : KHEDA : નડિયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં આરોપીઓએ છઠ્ઠા બાળકને બેંગલુરુમાં વેચવાની કબુલાત કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">