Gir Somnath : ગીરસોમનાથ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, કોડીનાર શહેરમાં ભારે પવન સાથે વરસાદ
Heavy Rain in Kodinar

Gir Somnath : ગીરસોમનાથ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, કોડીનાર શહેરમાં ભારે પવન સાથે વરસાદ

| Edited By: | Updated on: Jun 10, 2021 | 5:42 PM

Gir Somnath : દક્ષિણ ગુજરાતમાં  વરસાદની એન્ટ્રી થયા બાદ ગીરસોમનાથનાં વાતાવરણમાં(Atmosphere) પલટો આવ્યો છે, જીલ્લાનાં કોડીનાર પંથકમાં વરસાદની ધમાકેદાર બેટીંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે.

Gir Somnath : દક્ષિણ ગુજરાત (South Gujarat)માં  વરસાદની એન્ટ્રી થયા બાદ ગીરસોમનાથનાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જીલ્લાનાં કોડીનાર પંથકમાં વરસાદની ધમાકેદાર બેટીંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે.

મુખ્યત્વે,  ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે મુંબઈમાં (Mumbai) વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

સામાન્ય રીતે દેશમાં કેરળમાં(Kerala) નૈઋત્વનાં પવનો વરસાદ લાવે છે અને કેરળ રાજ્યથી જ દેશમાં ચોમાસુ બેસવાની શરૂઆત થાય છે. આ વર્ષ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) વહેલું આવશે અને ચોમાસુ પણ સારૂ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગીરસોમનાથ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કોડીનાર (Kodinar)પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચોમાસાનું આગમન થતા જ લોકોમાં હાલ આનંદની લાગણી છવાઈ છે.

મુખ્યત્વે, દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે, સુરત(Surat)  અને ભરુચ (Bharuch) જીલ્લામાં વરસાદે એન્ટ્રી કરી છે, ભારે બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને કારણે  લોકોને ગરમીથી રાહત મળી છે.