Gir Somnath: આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરનો 73 મો સ્થાપના તિથિ દિવસ: સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સરદાર વંદના, દિપમાળા, સહિતના વિશેષ કાર્યક્રમ યોજાયા

|

Apr 25, 2023 | 9:32 PM

સોમનાથ સ્થાપના તિથિ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે મહાદેવની વિશેષ પાઘ પૂજા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ માં આવેલા તમિલ મહેમાનો પણ આ પાઘ પૂજામાં જોડાયા હતા. સોમનાથ મહાદેવની પાઘને પાલખીમાં બિરાજમાન કરીને સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.

Gir Somnath: આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરનો 73 મો સ્થાપના તિથિ દિવસ: સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સરદાર વંદના, દિપમાળા, સહિતના વિશેષ કાર્યક્રમ યોજાયા

Follow us on

સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ વૈશાખ સુદ પાંચમ ના રોજ વર્ષ 1951 માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી.  દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે 73′ મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો. જેની વિશે। ઉજવણી કરવામાં આવી હતી.

તારીખ પ્રમાણે 11 મે 1951, ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે 9 કલાક 46 મીનીટે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ ના શુભ હસ્તે હાલના જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી.

108  તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક

આ દિવ્ય પ્રસંગ ની વિશેષ ઉજવણી એવી હતી કે “પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. આ સમયે પવિત્ર 108  તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો, આ ધન્ય પળે 101 તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો.

લગ્નના 4 મહિનાના સિક્રેટ લગ્ન પછી છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી
Tulsi: રામ કે શ્યામ તુલસી, ઘરમાં કઈ તુલસી રાખવાથી થાય છે આર્થિક લાભ?
હોલિકા દહનની રાતે કરો આ ઉપાય, કિસ્મત ચમકી ઉઠશે, ધનની થશે પ્રાપ્તિ
આજનું રાશિફળ તારીખ : 11-03-2025
ચહલ-મહવિશ સાથે જોવા મળ્યા બાદ ધનશ્રીએ બધાને ચોંકાવી દીધા, ભર્યું આ પગલું
કયા કયા મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળીનો તહેવાર ? જાણો નામ

આ પણ વાંચો: Breaking News: યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી પોલીસે વધુ 25.50 લાખ કર્યાં રિકવર, વધુ 4 આરોપીઓની થઈ ધરપકડ

અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં સોમનાથનો ઉલ્લેખ

શિવપ્રાસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે, કે આવું શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુર્વણથી મઢેલ છે અને દ્વારો-દ્વારશાખ તથા આગળના સ્થંભો, મંદિરના નૃત્યમંડપ સભામંડપના કળશો સુર્વણ મંડીત થયા છે, મંદિરના સાત માળ છે. સોમનાથ મંદિર નિર્માણ સદીની મોટી ઘટના ઈતિહાસમાં નોંધાઈ છે. 800 વર્ષ પછી નાગરશૈલી મા નિર્માણ પામનાર આ પ્રથમ દેવાલય છે, જેને કૈલાશ મહામેરૂ પ્રાસાદ થી પણ પ્રસિદ્ધ છે.

પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ- વિસર્જન- સર્જન- આસ્થા- રાજવીઓ શહિદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનનુ જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજાવિધીથી વર્તમાન યુગમાં સાત સમંદર પાર વિદેશમાં વસતા ઓનલાઈન સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શનાર્થીઓ પહોંચે છે.

આજે  સોમનાથ મંદિર ના 73′ માં સ્થાપના દિવસ નિમિત્તે ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇના હસ્તે ધ્વજાપૂજા, સરદાર ને વંદના અને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. સોમનાથ સ્થાપના તિથિ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે મહાદેવની વિશેષ પાઘ પૂજા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ માં આવેલા તમિલ મહેમાનો પણ આ પાઘ પૂજામાં જોડાયા હતા. સોમનાથ મહાદેવની પાઘને પાલખીમાં બિરાજમાન કરીને સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.

આ પાલખીયાત્રામાં ઉત્સાહ અને ભક્તિ ભાવ સાથે જોડાયા હતા. મંગલ વાદ્યો સાથે મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ પાઘ પુજારી ને અર્પણ કરવામાં આવી હતી. જે પાઘને મધ્યાહન શૃંગારમાં મહાદેવ પર શણગારવામાં આવી હતી. સાંજે સોમનાથ મહાદેવ ને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવશે. સોમનાથ મંદિર એ સંદેશ આપે છે કે ‘વિનાશક શક્તિ પર હંમેશા સર્જનાત્મક શક્તિ નો વિજય થાય છે,જે આ રીતે ભવ્ય હોય છે.

વિથ ઇનપુટ: યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article