AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી પોલીસે વધુ 25.50 લાખ કર્યાં રિકવર, વધુ 4 આરોપીઓની થઈ ધરપકડ

યુવરાજસિંહના સાળા શિવુભાના મિત્ર સંજય જેઠવા પાસેથી વધુ 25.50 લાખ રિકવર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305 ની હાર્ડડિસ્કની રિકવરી કરવામાં આવી હતી.

Breaking News: યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી પોલીસે વધુ 25.50 લાખ કર્યાં રિકવર, વધુ  4 આરોપીઓની થઈ ધરપકડ
| Updated on: Apr 25, 2023 | 9:31 PM
Share

યુવરાજસિંહના સાળા શિવુભાના મિત્ર સંજય જેઠવા પાસેથી વધુ 25.50 લાખ રિકવર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305 ની હાર્ડડિસ્કની રિકવરી કરવામાં આવી હતી.

યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી 25.50 લાખ રૂપિયા રિકવર કરાયા છે. શિવુભાએ પણ આ રકમ પોતાના મિત્રના ત્યાં છૂપાવી હતી. સંજય જેઠવા નામના મિત્રના ત્યાંથી સાડા 25 લાખ રૂપિયા રિકવર કરાયા છે. મહત્વનું છે કે, અગાઉ કાનભાની ધરપકડ બાદ તેમના મિત્રના ઘરથી રૂપિયા રિકવર કરાયા હતા. કાનભાના મિત્રના ઘરથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 73.5 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા છે.

પોલીસે વધુ 4 આરોપીઓની કરી ધરપકડ

પોલીસે ડમી કાંડમાં આજે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા, કીર્તિકુમાર પનોત અને સંજય સોલંકીનો સમાવેશ થાય છે . ડમીકાંડમાં અત્યાર સુધી કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ  વધુ 4 આરોપીઓ સહિત  હવે ડમીકાંડમાં કુલ 42 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.

 ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">