
Gir Somanth: ગીરસોમનાથના તાલાલામાંથી ઝડપાયેલા 7 કિલો ગાંજાના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે. તાલાલ નજીક બોરવાવ ગામના ભીમજી ચાવડા નામના શંકાસ્પદ વ્યક્તિની પોલીસે 7 કિલો ગાંજા સાથે ધરપકડ રકરી હતી. આ ગાંજાની બજાર કિંમત 70 હજાર રૂપિયા જેટલી છે. આ તપાસમાં આકરી પૂછપરછ બાદ રાજ્યભરમાં ગાંજાના પેડલર દ્વારા ગાંજો કેવી રીતે લવાય છે અને કેવી રીતે પેડલરો છૂટક વેપારીઓને પહોંચાડે છે તે તમામ ગતિવિધિનો પર્દાફાશ થયો છે. SOG અને તાલાલા પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર પર્દાફાશ કર્યો છે.
ગાંજા કેસમાં કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમા પેડલર તરીકે મૂળ ઓડિશાનો અને હાલ સુરતમાં રહેતો કાળુ મોહનતી હોવાનું સામે આવ્યુ છે. પેડલર કાળુ મોહન્તી પેડલર મૂળ ઓરિસ્સાનો છે અને ઓરિસ્સાથી ગાંજો સુરત પહોંચાડતો હોવાનુ પૂછપરછમાં કબુલ્યુ છે. જેમાં સુરતથી આ ગાંજો બરૂન પાંધી પેડલર તરીકે કામ કરતો હતો તેમ જ આ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા ભીમજી અને અરવિંદ ચૌહાણ સહિત ચાર વ્યક્તિને પોલીસે ઝડપી લઇ સુરતથી તાલાળા લાવી છે.
ચારેય આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી. જેમા આ પેડલર દ્વારા ગુજરાતના ક્યા ક્યા સ્થળોએ ગાંજો પહોંચાડવામાં આવતો હતો તેમજ ઓડિસાથી લઈ સૌરાષ્ટ્ર સુધીમાં કોની મદદગારી રહી હતી તે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આખા રેકટની તપાસ દરમિયાન SOG અને તાલાલા પોલીસે હાલ ચારેય આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:59 pm, Thu, 19 October 23