ગીરસોમનાથના ખેડૂતો પર જાણે કુદરતી કોપ ઉતર્યો છે. માવઠાના મારને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યુ છે. માવઠાએ બાગાયતી ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. છેલ્લા ત્રણ વર્ષથી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. તાઉતે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોનો સોથ બોલી ગયો હતો.
છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદને કારણે ગીરસોમનાથના ખેડૂતો બેઠા નથી થઈ શક્યા અને કેરીના પાકમાં જોઈએ તેવો નફો રળી શક્યા નથી. આ વર્ષે પણ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ગત રાત્રે ફુંકાયેલા ભારે પવન સાથે વરસેલા વરસાદે આંબાના વૃક્ષો તેમજ વીજ થાંભલાઓને ભોય ભેગા કરી દીધા છે. ભારે વરસાદમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે.
કમોસમી વરસાદને કારણે તાલાલા ગીરના હરિપુર, આંકલવાડી, સૂરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહીત ઊના ગીર ગઢડાની ગીરના મોટા ભાગના ગામોમા જોવા મળી છે. ભારે પવન અને વરસાદના કારણે આંબાના બગીચાઓ ઢળી પડ્યા છે. કેટલાક તૂટી ગયા છે. તો મોટાભાગના આંબા પરથી કેરીઓ ખરી પડી છે. અને ખરી પડેલી કેરી ન તો પાકી શકે છે.ન તો વેચી શકાય છે અને એકાદ દિવસની અંદર તે બગડી જાય છે જેના કારણે ખેડૂતો કરતા અનેક ગણું નુકસાન ઈજારદારોને થયું છે.
છેલ્લા પાંચ સાત વર્ષથી કેસર કેરીને કોઈ કુદરતી ગ્રહણ લાગ્યું હોય તેમ જ્યારે કેરીનો પાક તૈયારી પર હોય ત્યારે જ આ સંકટ આવે છે ત્યારે આ વખતે ઇજારદારો કહી રહ્યા છે કે ખેડૂતો તો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઇજારદારોને આપી અને નિશ્ચિત બની જાય છે.
આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે જેથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પણ ઇજહારદારોને જ યોગ્ય સહાય ચૂકવાય તો તેઓ પોતાની આજીવિકા ચલાવી શકશે ગઈકાલના કમોસમી તોફાને સમગ્ર ગીર પંથકમાં માત્ર કેસર કેરીને જ કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે ત્યારે બાગાયતી ખેડૂતો અને કેરી ના ઇજારદારો ને વ્યાપક નુકસાન થયૂ છે. સરકાર દ્વારા રાહત પેકેજ ની જાહેરાત કરાઇ છે ત્યારે આંબાવડીયા ધરાવતા બાગાયતી ખેડૂતો ને સરકાર તરફ રાહત ની મિટ મડાઈ છે.
ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીરસોમનાથ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:38 am, Sat, 6 May 23