ગીરસોમનાથ: નાળિયેરી મોલી ગામે ખેડૂતોનો હોબાળો, મગફળી જોખવાના વજન કાંટામાં ઠગાઈનો આરોપ- વીડિયો

|

Nov 23, 2023 | 10:06 PM

ગીરસોમનાથના નાળિયેરી મોલી ગામે ખેડૂતોએ ઓછા વજન બાબતે હોબાળો કર્યો. મગફળી જોખવાના વજન કાંટામાં ઠગાઈ થતી હોવાનો ખેડૂતોનો આરોપ છે. 40 કિલો મગફળીનું વજન 35 કિલો ઓછુ બતાવતુ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. વેપારીએ વજનકાંટામાં ભૂલ હોવાનો સ્વીકાર્યુ છે.

ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાના નાળિયેરી મોલી ગામે મગફળી ખરીદવામાં વેપારીઓએ ખેડૂતો સાથે મગફળી જોખવાના કાંટામાં રિમોટ કંટ્રોલ દ્નારા ચિટીંગ કર્યાનો આરોપ લગાવ્યો. ખેડૂતોએ હોબાળો કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ખેડૂતોનો આક્ષેપ છે કે એક માસથી આણંદનો વેપારી જિલ્લામાં મગફળીની ખરીદી કરી રહ્યો છે અને 35 કિલો વજનકાંટો બતાવે પણ 40 કિલોથી વધુ મગફળી જતી હોવાનો ખેડૂતોએ પર્દાફાશ કર્યો. લાખોના તોલમાપમાં ચિટીંગ કરી મગફળી ખરીદ્યાનો આરોપ લગાવ્યો છે. જો કે ખેડૂતોના હોબાળા સમયે વેપારી સિકન્દર રાઠોડ ખુદ હાજર ન હતો. તેવો લુલો બચાવ કરી રહ્યો છે.

છેલ્લા એક મહિનાથી ગીર ગઢડા તાલુકાના અલગ અલગ ગામોમાં વેપારી સિકન્દર અજીતસિંહ રાઠોડ મગફળીની ખરીદી કરી રહ્યો છે. જેમા નાળિયેરી મોલી ગામે ખેડૂતોની ખરીદેલ મગફળીમાં ચાર કિલોથી વધુ વજનનો વેપારીએસ્વીકાર કર્યો હતો. વેપારીએ પોતાના બચાવમાં જણાવ્યુ કે ખરીદી સમયે પોતે હાજર ન હતો અને કદાચ ભુલથી 36 કિલોના બદલે 40 કિલો ભરાઈ ગઈ હોઈ શકે. જો કે જોખવાના કાંટામાં કોઈ રિમોટ ન હોવાનુ વેપારીએ જણાવ્યુ.

વજનમાં શંકા જતા સમગ્ર મામલે ખેડૂતોએ હોબાળો મચાવ્યો,. ખેડૂતોએ જણાવ્યુ કે વેપારીના મજૂરોએ જણાવ્યુ હતુ કે જોખવાના કાંટામાં રિમોટ દ્વારા વજન ઓછુ આવે છે. ખેડૂતોની આ અંગે જાણ થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવે તે પહેલા જ વેપારીના માણસો નાસી ગયા હતા.

આ પણ વાંચો: જામનગરમાં સરકારી હોસ્પિટલમાં રોજના 3000થી વધુ દર્દીઓની નોંધાઈ ઓપીડી, મિશ્ર ઋતુને કારણે વધ્યો રોગચાળો

સમગ્ર મામલે મગફળીના દલાલે લુલો બચાવ કર્યો કે ખેડૂતો પાસેથી ખરીદેલ મગફળી 36.200 ગ્રામના બદલે 40 કિલોના વજનથી ભરાઈ રહી છે ત્યારે તરત વેપારીએ ખરીદેલ મગફળીનો ટ્રક ખાલી કરાવ્યો હતો. હાલ તો ઉના તેમજ ગીર ગીઢડા પોલીસે વેપારીએ ખરીદેલ મગફળીને પોલીસ ચોકી લઈ જવામાં આવી છે. અને ખેડૂતોને પેમેન્ટ અપાવવાની તજવીજ હાથ ધરી છે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video