VIDEO: સળગતી ઈંઢોણી સાથેના રાસ-ગરબા જોઈને તમે પણ ચોંકી જશો, રાજ્યભરમાંથી લોકો જોવા આવે છે આ ખાસ રાસ

|

Oct 06, 2019 | 11:06 AM

જામનગરના કડીયાવાડ વિસ્તારમાં આવેલા ગરબીમંડળમાં સળગતી ઈંઢોણી માથે મૂકીને યુવતીઓ ગરબા અને રાસ રમે છે. આ ઈંઢોણી બાજરાનો લોટ, દિવેટ, કપૂર, તેલ, ધુપ અને ગુગળથી તૈયાર કરવામાં આવે છે. સળગતી ઈંઢોણી સાથે અહીં 4 દાયકાઓથી યુવતીઓ નવરાત્રીમાં માતાની પૂજા અર્ચના કરે છે. અહીં માત્ર યુવતીઓના ઈંઢોણી રાસ જ નહીં પરંતુ યુવકોના રાસ પણ સૌનું ધ્યાન […]

VIDEO: સળગતી ઈંઢોણી સાથેના રાસ-ગરબા જોઈને તમે પણ ચોંકી જશો, રાજ્યભરમાંથી લોકો જોવા આવે છે આ ખાસ રાસ

Follow us on

જામનગરના કડીયાવાડ વિસ્તારમાં આવેલા ગરબીમંડળમાં સળગતી ઈંઢોણી માથે મૂકીને યુવતીઓ ગરબા અને રાસ રમે છે. આ ઈંઢોણી બાજરાનો લોટ, દિવેટ, કપૂર, તેલ, ધુપ અને ગુગળથી તૈયાર કરવામાં આવે છે. સળગતી ઈંઢોણી સાથે અહીં 4 દાયકાઓથી યુવતીઓ નવરાત્રીમાં માતાની પૂજા અર્ચના કરે છે.

અહીં માત્ર યુવતીઓના ઈંઢોણી રાસ જ નહીં પરંતુ યુવકોના રાસ પણ સૌનું ધ્યાન આકર્ષે છે. યુવકો અહીં સળગતા સ્વસ્તિક વચ્ચે પરંપરાગત વસ્ત્રોમાં રાસ રમે છે. આ રાસની તૈયારીઓ માટે એક મહિના સુધી યુવકો તૈયારીઓ પણ કરતા હોય છે. માતાની આસ્થા સાથે રમાતા આ રાસ-ગરબામાં છેલ્લા 4 દાયકામાં કોઈ દુર્ઘટના થઈ નથી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શહેરોમાં જ્યાં અવાર્ચીન ગરબા ડિજે પર ફિલ્મી ગીતો સાથે રમાતા હોય છે. ત્યારે જામનગરમાં પ્રાચીન ગરબા રાસ જીવંત છે અને પરંપરાગત રાસને જાળવી રાખવાના આ પ્રયાસને લોકો આવરે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન આર્વાચીન ગરબાની ધુમ વચ્ચે અનેક પ્રાચીન ગરબાની પરંપરા જોવા મળે છે. જામનગરના એક એવા અનોખા પ્રાચીન ગરબા છે. જેને જોવાવાળા પણ દંગ રહી જાય છે. માથા પર સળગતી ઈંઢોણી લઈને પ્રાચીન રાસ રમે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્થાનિક લોકોનું કહેવું છે કે અહી સળગતી ઈંઢોણી સાથે યુવતીઓ આશરે 15 મિનિટ સુધી સતત રાસ રમે છે, ખૈલેયાઓને માતા પર આસ્થા છે અને કોઈ અકસ્માત થતો નથી. હાલ સુધી કોઈ નાનો બનાવ પણ આગથી ઈજા થવાનો બન્યો નથી. આ ઈંઢોણી માટે બાજરાના લોટથી તૈયાર કરવામાં આવે છે. તેમાં દિવેટ, કપુર, તેલ, ધુપ ગુગળ સહીત ઈંઢોણી તૈયાર થાય છે. સળગતા સાથીયાની આગ વચ્ચે ખુલ્લા પગે યુવાનો ગરબા રમે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article